________________ 7. અભિમાન-શૃંગારથી ઘર નિશ્ચય પંથ એમ આચાર્ય મહારાજ આગળ વધીને કહે છે....... (8) અભિમાનના વિષયથી ધર્મ કરે, તે ય અમાપ ફળ અભિમાનથી ધર્મ કરે, તે પણ તેને તેનું અમાપ ફળ મળે છે. જુઓ, દા. ત. કેઈ સાધુ પ્રમાદી હોય, સ્વાધ્યાય કરવામાં ગેખવા-ભણવામાં આળસુ હોય, એને ગુરુ કહે જે અમુક સાધુ રેજની પાંચ પાંચ ગાથા કરે છે, તે શું તું ય કાંઈ શક્તિમાન નથી ? તારી તે સારી શક્તિ છે. તું કઈ જ ન કરી શકે ?" ત્યારે એ સાધુને પોરસ ચડે, અને એ અભિમાનથી કહે “સાહેબ ! લ્યો ત્યારે હું સાત ગાથા ગેખી આપું !" ને એ ગોખી આપે, તે આ સ્વાધ્યાયને ધર્મ એણે અભિમાનથી કર્યો કહેવાય. એને શું ધર્મ ના કહે? શું એને એ ધર્મનું કશું ફળ નહિ? અથવા શું એવા. ધર્મથી નુકશાન? ઝટ ગમે તેવું જજમેન્ટ આપતાં પહેલાં વિચાર કરે પડશે. અહીં એને મેક્ષને વિચાર નથી, એ. હેત તે પહેલાં જ કેમ ગેખવાનું ન કરત? - ત્યારે જે મેક્ષને આશય નથી, તે શું એ બધે ધર્મ સંસારના સુખ માટે કર્યો ગણાય? જ્ઞાની અહીં “અભિમાનથી. ધર્મ કરે તે અમાપ ફળ” એમ કહે છે, તે એમના પર શું સીધો આક્ષેપને ઘા કરાય કે “તમે તે સંસાર–સુખ માટે ધર્મ કરવાનું કહે છે?”