________________ 131 રંગરાગ–વિષમવિલાસ અને આરંભ-સમારંભમાં ખર્ચાવાના ! તેમજ પિતે ધર્મથી આ રહેવાને ! (9) શૃંગારથી ધર્મનું અમાપ ફળ : આચાર્ય મહારાજ કહે છે, “શૃંગાર એસ્કે વેશના ઠઠાર - ભા–શણગાર. એને હિસાબે ધર્મ કરે. દા. ત. આઈએને સારાં સારાં કપડાં પહેરીને દહેરે ઉપાશ્રયે જવાનું મન થાય છે. મનને એમ રહે છે કે “એમ બહાર જઈએ એટલે લોકમાં સારા દેખાઈએ. આ આશયથી દહેરે ઉપાશ્રય જવાને ધર્મ કરે એમાં અલબત્ આશય સારે નથી; કિન્તુ (1) એ આશયથી કાકી મામીને ત્યાં કે બજારમાં જાય, અને (2) એ આશયથી મંદિર–ઉપાશ્રયે જાય, -એ બેમાં ફર્ક પડે કે નહિ ? ભલે મંદિર ઉપાશ્રયે જઈ દર્શન કે જિનવાણી-શ્રવણ કરતી વખતે ય વચ્ચે વચ્ચે કદાચ ધ્યાન પિતાના ઠઠારા પર જશે, મનને એમ પણ થશે કે હું સારી લાગું છું, શેલું છું, પરંતુ શૃંગારથી પ્રભુદર્શને (1) વચમાં વચમાં ય દનમાં પ્રભુ પર દયાન જશે, (2) વ્યાખ્યાનમાં ય ઉપદેશ પર દથાન જશે, –આ સારું તત્ત્વ છે. (3) વળી આમ પણ ધર્મ કરવા જતાં એનું જોઈ જોઇને એના કટબમાં નાનડિયા સંતાન અને સમાજમાં મંદિર–ઉપાશ્રયે જવાને રિવાજ ચાલુ રહેશે