________________ 122 (7) હઠથી કરાતો ધર્મ અમાપ ફળ આપે સિદ્ધષિ આદ્રકુમાર વગેરેની સભા આગળ આચાર્ય મહારાજ કહે, છે કે “હઠાભિમાન-વિષયાત” અર્થાત્ હઠના વિષયથી યા અભિમાનના વિષયથી ધર્મ કરે. અર્થાત્ આમ તે ધર્મ કરવાની એવી સહજ ચિ ન હોય, પરંતુ કઈ પ્રસંગમાં એવી હઠ પકડાઈ જાય અને ધર્મ કરવા લાગે, એ હઠના વિષયથી ધર્મ થયો કહેવાય. દા. ત. સિદ્ધષિને તેમ બન્યું. સિદ્ધષિ ગણી મહારાજ જેમણે “શ્રી ઉપમિતિભવપ્રપંચા કથા” નામને દુનિયામાં અજોડ રૂપક ગ્રંથ રચ્યો, એ સિદ્ધષિ મૂળ વણિકું-પુત્ર, યુવાવસ્થામાં આવ્યા, પિતાએ સારા ખાનદાનની રૂપાળી કન્યા પરણાવી. હવે સિદ્ધષિને જુગારનું વ્યસન લાગ્યું તે રોજ રાતે જુગાર રમીને મેડા. ઘરે આવે. પત્ની સમજાવે કે “આ તમે આવા સારા કુળમાં જન્મેલા, તમને આ રાત્રે મોડા આવવું શોભતું નથી. પરંતુ સિદ્ધષિ એ ધ્યાનમાં લે નહિ, તેથી પત્નીને ચિંતા રહ્યા કરે કે “આમનું ભવિષ્યમાં શું થશે?” એ ચિંતામાં ને ચિંતામાં બિચારી દુબળી પડતી ગઈ. એક દહાડે સાસુ પૂછે છે,– ‘તું કેમ ઉદાસ અને દુબળી પડતી દેખાય છે? વહુએ પહેલાં તો કહ્યું “કાંઈ નથી.” સાસુ સમજે છે કે “વહુ ચોખી ઉદાસ દેખાય છે, અને એનું શરીર ક્ષીણ થતું દેખાય છે, એટલે કાંક છે ખરું; તે મારે ઘરમાં આવેલી એ પારકાની કન્યા શા માટે દુ:ખિત રહેવી જોઈએ? મારા માથે એની જવાબદારી છે.