________________ 121 વિઠ નથી સમજતો. એટલે તે બચ્ચા કે મોટા બાળ જીવે એમ ધર્મ કરતાં કરતાં આગળ પર ધર્મ ઉપર જે સહજ ભાવે પ્રીતવાળા બને છે, ત્યાં માનવું પડે કે પ્રારંભમાં ભલે લજજાથી, ભયથી કે સ્નેહથી પ્રેરાઈને ધર્મ કર્યો, પરંતુ તે કાંઈક પણ ભીના હૈયે ધર્મ કર્યો. કિન્તુ માત્ર વેઠ સમજીને ધમ નથી કર્યો. નહિતર, ધર્મ–સાધનાને જે એકલી વેઠ જ સમજતે રહે તે એ વર્ષો કરવા છતાં ય ધર્મ પર પ્રીતિવાળે ન થાય. માટે ધર્મ કરનારનું હૈયું તપાસે, એટલે જ કહીએ છીએ કે જ્યારે અહીં પુણ્યનંદન આચાર્ય મહારાજ કહી રહ્યા છે કે “લજથી ભયથી નેહથી વગેરેથી ધર્મ કરનારાને અમાપ ફળ મળે છે ત્યારે એ રીતે ધમ કરનારાનું અને એનું અમાપ ફળ મેળવનારાનું હૈયું તપાસવા જેવું છે કે એમાં એકલી લજા વગેરેના જ ટકા છે? કે ધર્મના કેઈ ટકા છે? આ તપાસ્યા વિના સીધા જજમેન્ટ ન ફાડતા કે “એ તે મોક્ષને આશય નથી માટે વિષકિયા, પાકિયા, ભવવધ ધર્મકિયા, નહિતર “લજજા ભયથી સ્નેહથી....વગેરેથી ધર્મ કરનારને અમાપ ફળ થાય છે” એમ કહેનાર શાસ્ત્રને, જ્ઞાનીને અને જિનવાણુને અન્યાય કરવાનું થશે. હજી આગળ જુઓ કે ધર્મ કેવી કેવી રીતે થાય છે, છતાં એનું અમાપ ફળ મળે છે!