________________ 119 - લાભ એવું નથી કારણ પ્રક- માને કે સુભદ્રાને પરણીને ઘરે લઈ ગયા પછી યુવાને જૈન ધર્મ મૂકી દીધું હેત તે એની પૂર્વે સુભદ્રા મેળવવાના લેભથી કરેલે ધર્મ તે નિષ્ફળ જાત ને? ઉ૦- ધ્યાન રાખજે અહીં જ્ઞાની જે કહે છે કે લેભથી -નેહથી કરેલ ધર્મ અમાપ ફળ આપે છે. ત્યાં એમ નથી કહેતા કે “એ ધર્મ પછી લેભ વિના કરતે થાય તે જ અમાપ ફળ ને લેભ સર્યા પછી ધર્મ કરે મૂકી દે, તે અમાપ ફળ નહિ. –-જ્ઞાની એવું નથી કહેતા. એ તો સામાન્યથી જ કહે છે “લજજા, ભય માત્સર્ય, નેહ કે લોભથી ધર્મ કરાય તે અમાપ ફળ દેનારો છે.” એમ કહેવાનું કારણ? કારણ આ જ છે કે જ્ઞાની જુએ છે કે એ રીતે પણ એને જૈન ધર્મની આરાધના કરવા દે, કેમકે (1) એ ધર્મ-પ્રવૃત્તિથી એનામાં ધર્મના સંસ્કાર પડે છે, અને (2) ધર્મપ્રવૃત્તિ દરમિયાન વિષય-વિલાસ, આરંભ-સમારંભ, અને પરિગ્રહની પ્રવૃત્તિથી બચે છે. અહીં એક સવાલ થાય - અનંતી દ્રવ્યક્રિયા નિષ્ફળ કેમ કહી? : પ્ર. તે પછી શાસ્ત્ર એમ કેમ કહ્યું કે “પિગલિક સુખના લેભથી કરેલી ધર્મની અનંતી દ્રવ્ય-કિયાઓ નિષ્ફળ ગઈ ?" કેમ એને અમાપ ફળવાળી ન કહી ? ઉ– એનું કારણ સ્પષ્ટ છે કે એ કિયાઓ ભવાભિનંદીપણાના જોર ઉપર કરેલી, એટલે ત્યાં મેક્ષ ઉપર દ્વેષ હતું, મેક્ષની વાત જરાય ગમતી નહોતી. વળી મિથ્યાત્વ ગાઢ હતું, વિષયરાગ ગાઢ હતે, માટે એ દ્રવ્ય-ક્રિયાઓને નિષ્ફળ ગયેલી કહી...