________________ ત્યારે અહીં મેક્ષના દ્વેષની વાત નથી. અહીં એ નિર્ધાર નથી કે “મારે મોક્ષ તો જોઈએ જ નહિ, તેમ અહીં એવા ગાઢ મિથ્યાત્વની ય કલ્પના કરવાની જરૂર નથી, તેમ એ આંધળે ગાઢ વિષયરાગ નથી, નહિતર લજ્જાથી કે ભય વગેરેથી ધર્મ–પ્રવૃત્તિ કરવા શું કામ જાત? એનું હૈયું તપાસવા જેવું છે - ભલે લજજાથી, ભયથી, સ્નેહથી, લોભથી, ધર્મ કરવા જય છે, કિંતુ એ લજજા-ભય-નેહ-લભ એવા જોરદાર નથી કે “ધર્મ પ્રત્યેની લાગણી જ ઉડાવી દે, ધર્મ પ્રત્યે તદ્દન શુષ્કતા લાવે, વેઠને હિસાબ મંડાવે. એટલું જરૂર છે કે ધર્મમાં પ્રેરાય છે તે લજજાથી, લેભથી, નેહથી પણ ધર્મરુચિથી ધર્મ કરવાને સહજભાવે ઉમળકો નથી. પરંતુ એમ તો બચ્ચાને અને મોટા પણ બાળ જીવને પહેલ-પહેલાં દિલ કે ગુરુની ચિંધ્યા વિના એમ તો સહજ ભાવે ધર્મ સાધવાને ઉમળકે ક્યાં થાય છે? એ તો વડિલ કે ગુરુ ચી છે એટલે ધર્મ કરવા પ્રેરાય છે, તે શું એ રીતે ધર્મ કરવા પ્રેરાય એ ખોટું થયું? એની કશી કિંમત નથી? “મેક્ષને અહીં આશય નથી માટે આ ધર્મસાધના નિષ્ફળ.” એમ કહેવાય ? જે એમ કહેવા જઈએ તે શું જ્ઞાનીઓની, આ ધર્મ-સાધકની અને આ ધર્મ–સાધનાની અવગણના શાતના કરનારા થઈએ એવું નથી લાગતું? અહીં જોવાનું આ છે, કે વડિલે યા ગુરુએ ચિંધવાથી જ ધર્મ કરવા જે પ્રેરાય છે એ પણ ધર્મ–સાધના વખતે ધર્મ પ્રત્યે તદ્દન શુષ્ક હૈયાવાળે નથી, યા ધર્મને નકરી