________________ 112 એનું ય ભૂંડું થાય?” ના, બંનેમાં ફરક છે. અલબત્ ધર્મનું ઉત્થાન ઈષ્યમાંથી થયું, પરંતુ પ્રવૃત્તિ. ધર્મની થઈ; અને. આમાં જ્ઞાનીઓ જુએ છે કે આવા જીવમાં ઈષ્યને અવગુણ છે, પરંતુ એમ તો. બીજા ય અનેકાનેક અવગુણ છે, અને ઈર્ષાથી દુન્યવી કેટલાય ખોટાં કામ કરે છે, પરંતુ એ બધાની વચમાં ભલે. ઈર્ષ્યા--હરિફાઈથી પણ હવે બેટા કામ મૂકી અરિહંતે કહેલ ધર્મ–પ્રવૃત્તિ તરફ વળે તે એટલું સારું તત્ત્વ થયું. એમાંથી આગળ જતાં ઈષ્ય છૂટી જશે ને ધર્મ-પ્રવૃત્તિ કરતો રહેતો. હોવાથી સહજ ધર્મ-ચિથી ધર્મ–પ્રવૃત્તિ મંડાશે.” આમ તે ચારે બાજુ જુઓને, કેટલા માં ધર્મ– પ્રવૃત્તિ દેખાય છે? જેને એ ગમે છે જ ક્યાં? એ તે. પાપપ્રવૃત્તિ જ ગમવાથી એમાં જ રચ્યા પચ્યા રહે છે. એટલે. જ જે કઈ જીવ ધર્મ–પ્રવૃત્તિ તરફ વળતો હોય, તો શું ખોટું કર્યું? પૂછે - પ્ર- પણ એ તે ધર્મ તરફ ઈષ્યના અવગુણથી વળે ને? ઉ– આમ પૂછીને શું એમ કહેવું છે કે - ઈર્ષાથી ધર્મ તરફ વળે એ ખોટું કર્યું ? ને એના કરતાં વગર ઈષ્યએ ધૂમધામ હિંસામય આરંભસમારંભજૂઠ–અનીતિન્દુરાચાર–અભક્ષ્ય ખાનપાન વગેરે પાપ પ્રવૃત્તિઓ અને વિષય-વિલાસમાં લાગે રહ્યો હતો તે સારું હતું? અગર ઈર્ષોથી ખાનપાન-ધંધાધાપા–મકાનનિર્માણ વગેરે પાપપ્રવૃત્તિ કરી હતી તે સારું હતું ?