________________ 6. ઈષ્ય–સ્નેહ-લભ-હઠથી ધર્મ આગળ વધીને આચાર્ય મહારાજ કહે છે (4) ઈર્ષ્યાથી ધર્મ (4) માત્સર્યથી-ઇર્ષાથી ધર્મ કરતે હોય તે ય એને એ ધર્મનું અમાપ ફળ છે. આ કથન જરા વિચિત્ર લાગશે, પરંતુ આ કથનમાં શાસ્ત્રકારની કેટલી ઊંડી અને દીર્ધદષ્ટિ છે, એ જોવા જેવું છે. દા. ત. આમ તે ધર્મની શુદ્ધ ઈચ્છા ન થઈ, પરંતુ પર્યુષણામાં ચડસાચડસીથી ધર્મની બોલી બોલતો હોય, તે એ ઈષ્યથી ધર્મ કરી રહ્યો છે; ને આજે પર્યુષણમાં કે બીજા અવસરે કેટલાકે આ રીતે બેલી બેલતા હોય છે. એમને શું “આ તે તમે મલિન ભાવથી ધર્મ કરે છે એ ખે છે,” એમ કહી એ ધર્મપ્રવૃત્તિ બંધ કરાવાય? અરે ! તપમાં ય શું છે? પર્યુષણામાં પાડોશી અઠ્ઠાઈ કરે છે, તે મનને ઈર્ષ્યા આવી કે “શું એ અડ્રાઈ કરે છે? તે એની જ પાસે અઠ્ઠાઈની શક્તિ છે? મારી પાસે નથી ? લાવ હું અઠ્ઠાઈ નહિ, દશ ઉપવાસ કરી બતાવું.” આમ 10 ઉપવાસ કર્યા, પણ ઈર્ષ્યાથી કર્યા. આ ધર્મથી એનું ભલું થાય કે ભૂડું? ભુંડું કહેતા નહિ; કેમકે આ સવાલ આવશે કે પર્યુષણામાં એક જણ કશે તપ ન કરે, ને રોજના 3-4 રંક ખાય, એનું ય ભૂંડું થાય? અને આ દશ ઉપવાસ કરે