________________ 109 નથી; ધર્મ-પ્રવૃત્તિથી એના શુભ સંસ્કાર ઊભા થશે. બાકી. જે જીવનમાં ધર્મ પ્રવૃત્તિ વિના એકલી વિષય–આરંભપરિગ્રહની જ પ્રવૃત્તિઓ છે, તે સંસ્કાર એના જ પડવાના ધર્મપ્રવૃત્તિના શુભ સંસ્કાર ક્યાંથી પડવાના? - ધર્મ-પ્રવૃત્તિના શુભ સંસ્કારનું જ્ઞાનીઓને મન. મેટું મૂલ્ય છે. કેમકે એ ધર્મ સંસ્કારે જીવને આગળ આગળ ધર્મ, પ્રવૃત્તિમાં પ્રેરે છે. તેથી કહ્યું “ભયથી પણ કરાતા ધર્મનું અમાપ ફળ છે.” માટે અહીં “શું માર વગેરેને ભય છે? તે એ ભાવ પવિત્ર નથી, મલિન છે, મલિન ભાવથી કરેલી એ. ધર્મ-પ્રવૃત્તિ ધર્મ નહિ, અધર્મ છે, એ નિષ્ફળ છે, ભવવર્ધક,” એમ ભ્રમણામાં તણાવાનું નહિ. (3) વિતર્કવિધિથી ધર્મ કરે તેનું અમાપ ફળ : ધર્મ લાથી કરે, ભયથી કરે, એમ વિતર્કવિધિથી, પણ કોઈ કરતે હોય અર્થાત્ પિતાના વિતર્ક યાને સ્વતઃ કપેલી વિધિથી ધર્મ કરતો હોય, તે જ્યાં સુધી એ શાક્ત વિધિ ન પામે ત્યાં સુધી એને એમ પણ ધર્મ કરવા દે. એનું ય એને અમાપ ફળ છે. કેમકે ભલે એને વિધિ નથી સમજાઈ, પરંતુ ધર્મનું મહત્ત્વ સમજાયું છે. ધ્યાન રાખવાનું કે એ. ધર્મનું મહત્ત્વ સમજે છે માટે તે, ભલે સ્વ-કલ્પિત વિધિથી,. પણ ધર્મ કરી રહ્યો છે, પાપ નહિ. પાપરૂપ સાંસારિક પ્રવૃત્તિ છેડીને ધર્મ-પ્રવૃત્તિ કરે છે એ ધર્મને સારો માનીને કરી. રહ્યો છે. પાપ-પ્રવૃત્તિઓના આ ખારાપાટ સંસારમાં ધર્મપ્રવૃત્તિ રુચવી એ નાની સૂની વસ્તુ નથી.