________________ હોય, અને માત્ર કુળ–લજજાથી શીલધર્મ પાળે તે શું એ શીલધર્મને અધર્મ કહે? શું આવા લજજાથી પળાતા. શીલધર્મથી એની કુશીલ સ્ત્રીની જેમ દુર્ગતિ થાય? “ધર્મ કરવામાં મોક્ષને જ આશય જોઈએ,” એવું કહેનારે લજજાથી પળાતા શીલધર્મને અધર્મ કહેવું પડે! જ્યારે, અહીં આચાર્ય મહારાજ કહે છે “લજજાથી પણ ધર્મ કરે એ ધર્મ અમાપ ફળને આપનારે છે.” આમ લજજાથી પણ શીલ. પળાય છે, તે એના સંતાન શીલવાન નીવડે છે તેમ સમાજમાં પવિત્ર વ્યવહાર ચાલે છે. નહિતર તે સંતાન અને. સમાજમાં અભદ્ર વ્યવહાર ચાલવા માંડે. હજી આગળ જુઓ - (2) ધર્મ ભયથી પણ થાય તે ય તે અમાપ ફળને. આપના છે, દા. ત. છોકરા માતાની બીકથી પ્રભુદર્શને જાય છે, પ્રભુપૂજા કરે છે. ભય છે એને કે “દશન પૂજા નહિ કરુ તે મા વઢશે!” અહીં એના દર્શન-પૂજા મોક્ષની ઈચ્છાથી નહિ પણ માતાના ભયથી કરાય છે, તે તે શું બેટા? ખરાબ? શું સંસારવર્ધક ? ના, એ ધર્મ પણ અમાપ ફળદાયી છે. કેમકે એમ ભયથી પણ કરતાં કરતાં ધર્મ કરવાની એક સારી ટેવ પડે છે. પછી એ ચાલુ રહે, તે સ્વતઃ ધર્મરુચિ. આવે છે. માત્ર બાળક જ નહિ, માટે હોય અને એ પણ ભયથી. ધર્મ કરે એવું બને. દા. ત. પતિ ધાર્મિક હોય અને એણે ઘરમાં કહી દીધું હોય કે “આપણે જ ભગવાનની પૂજા.