________________ 5. લજજાદિથી કરાતા ઘર્મનું અમાપ ફળ લજજા-ભય-વિતર્ક વિધિથી ધમ આચાર્ય પુણ્યનંદનસૂરિજી મહારાજ કહે છે કાળચર જગત પર યથેચ્છ ફરે છે, ને ઉંમર વગેરેના હિસાબ વિના જેના પ્રાણ લૂંટે છે. આમ જીવતરને ભરોસે નથી, તેથી ધર્મ તરત સાધી લે જોઈએ, કેમકે ધર્મનું અમેય ફળ છે, અમાપ ફળ છે. એટલે જ આચાર્ય મહારાજ કહે છે. ધર્મ શરુ શરુમાં લજજાથી ભયથી જે રીતે થાય, એ રીતે કરી લે; કેમકે ધર્મનું અમાપ ફળ છે. એને આ લે છે लज्जातो भयतो वितर्कविधिता मात्सर्यतः स्नेहतो, लेभादेव हठाभिमानविषयाच्छंगार-कीर्त्यादितः / दुःखातू कौतुक-विस्मय-व्यवहृतेर्भावात्कुलाचारतो वैराग्याच्च भजन्ति धर्मममलं तेषाममेयं फलम् // અથ (જે લોકોલજજાથી, ભયથી, સ્વતિ વિધિથી, ઈર્ષાથી, સ્નેહથી, લેભથી, હઠના વિષયથી, અભિમાનના વિષયથી, વિલાસ-કતિ આદિના કારણે, દુઃખથી, કૌતુકથી, વિસ્મયથી, વ્યવહારથી, ભાવથી, કુળાચારથી, અને વૈરાગ્યથી નિર્મળ ધર્મને ભજે છે, તેઓને અમાપ ફળ મળે છે ! આમાં કેટકેટલી રીતે ધર્મ કરાય છે એ બતાવ્યું, અને એ રીતે ધર્મ કરનારને અમાપ ફળ બતાવ્યું. એને જરા દાખલાથી જોઈએ.