________________ 103 (6) આમ દીક્ષાની ઉતાવળ ન હોય તે પાપધૃણા–પાપભયના અભાવે પાપનિભીકતા રાખતાં કાદાચ સમ્યક્ત્વના વાંધા પડે. તેમ, મને કે પાછળથી દીક્ષા લે, પરંતુ (7) પહેલેથી પિષેલી આ પાપ-નિભીકતા ચારિત્રજીવનમાં જોરદાર ચારિત્ર ન પાળવા દે, પાપ-નિભીકતાના સંસ્કારથી નાનાં નાનાં પાપની ધૃણા ન થાય. સારાંશ, જે પાપની જોરદાર ધૃણ છે, પાપને જોરદાર ભય છે, તે ચારિત્રની ઉતાવળ હેવી જ જોઈએ એટલે પ્રભુ પાસેથી આયુષ્ય જાણી લેવાની વૃત્તિમાં ચારિત્ર વિલંબમાં નાખવાની વૃત્તિ છે, એ કનિષ્ઠ વૃત્તિ છે, હલકી વૃત્તિ છે. જે ચારિત્રની તીવ્ર ભૂખ અને ઉતાવળ છે, તે એવી કનિષ્ઠ વૃત્તિ પિષી શકાય નહિ. માટે પ્રભુ પાસેથી કે તિષી પાસેથી આયુષ્ય જાણું લેવાને અભખરે જ ખોટો છે. અભયકુમારને ચારિત્રની તીવ્ર ભૂખ જાગી છે, અને કાળચર ક્યારે પ્રાણ તૂટી જાય એને ચેકસ હિસાબ નથી, માટે ચારિત્ર હમણાં ને હમણાં જ લઈ લેવું” એ હિસાબ અભયકુમારે રાખે, અને પિતાને સંમત કરી તરત જ ચારિત્ર લઈ લીધું!