________________ મારી ઉંમર થઈ, તેથી તું રાજ્ય સંભાળી લે,” ત્યારે અભયકુમાર કહે છે, “જરા ઊભા રહે, પ્રભુને પૂછી આવું.' ત્યાં શ્રેણિકે એમ ન કહ્યું કે “રાજ્ય લેવું એ સાંસારિક કામ છે, એમાં પ્રભુને શું પૂછવું હતું !" આમ ન કહેવાનું કારણ, શ્રેણિક પ્રભુના દિલથી ભક્ત હતા, દિલથી પ્રભુના સેવક હતા, એટલે કે ઈ વાત કેઈ સ્વામીને પૂછવાનું કરે એમાં આડે ન અવાય. નહિતર પિતે સ્વામીને સેવક શાને? ત્યારે અભયકુમારે પ્રભુને એમ ન પૂછયું કે “પ્રભુ! હું રાજ્ય લઉં કે નહિ ?" એ ગાંડિયે સવાલ છે. કેમકે રાજ્યએ મહાપરિગ્રહ છે, સાથે એમાં મહાન આરંભસમારંભે કરવા પડે છે. પ્રભુ તે કહે છે જ કે “મહાઆરંભ મહાપરિગ્રહ એ મહાપાપ છેને નરકના દ્વાર હોવાથી છેડવા જેવા છે.” આવો ઉપદેશ કરનાર પ્રભુને શું એમ પૂછાય કે “પ્રભુ! હું રાજ્ય લઉં કે નહિ?” ના, એ તે ઉપદેશ નહિ સમજ્યા પ્રશ્ન છે. એટલે અભયકુમારે તો એ પૂછયું “પ્રભુ! આપના શાસનમાં છેલ્લા કયા રાજા થવાના? પ્રભુએ જવાબ આપે “છેલ્લા રાજષિ જે આ ઉદાયન રાજષિ બેઠા છે તે છે.” - અભયકુમારને સમજાઈ ગયું કે “હવે જે હું રાજા થાઉં તે મને દીક્ષા ન મળે એટલે પિતા શ્રેણિક પાસે પાછા આવી પ્રભુને જવાબ કહીને કહે છે પ્રભુના ભક્ત તમે. તમારે દીકરે રાજ્ય લઈ નરકે જાય એવું ઈચ્છો છો? ના જ ઈચ્છે, તે હવે મને મુક્ત કરે, મને દીક્ષાની રજા આપે, એટલે હું હમણાં જ ચારિત્ર લેવા ચાલ્યા જાઉં.”