________________ 100 હૈયામાં ભગવાન રાખીને પરલેક જવાનું થાય તે સદગતિ મળે? કે હૈયામાં ભાર્યા રાખીને પરલેક જવાનું થાય તે સગતિ મળે? કહે, હૈયામાં ભાર્યા રાખીને પલેક જવાનું થાય તે તે સગતિ નહિ, દુર્ગતિ મળે. આચાર્ય મહારાજ કહે છે–કાળચરને કાંઈ હિસાબ યા ધડ નથી કે તેના પ્રાણ લૂંટાય? કેવા સંગમાં લૂંટાય? એ મોટાને ય પ્રાણ તૂટે! ને નાનાના ય લૂટે! અરે ! હમણાં જન્મેલાના ય લૂંટે! ને બુના ય પ્રાણ લૂટે! ને યુવાનના ય લૂંટે! માંદાના યે લૂંટે ! ને સાજાના ય લૂટે! વળી દિવાનખાનામાં ય પ્રાણ લૂંટે ! ને કદાચ પાયખાનામાં ય લૂટે! ઘરમાં ય લુંટે! ને બહારે ય લૂંટે! ભૂખ્યાના ય વંટે, ને જમી ઊઠેલાના ય લૂંટે ! કામચોરને કેઈ સમય, કેઈ સ્થાન, કઈ પ્રસંગને હંગ નહિ, ધડ નહિ, કે એમાં પ્રાણ લુંટાય, આમાં ન લૂંટાય. - એટલા માટે તે અભયકુમારે ચારિત્ર લેવાનું વાયદે ના રાખ્યું “કેને ખબર પ્રાણ ક્યારે જતા રહે? “દીક્ષા તે લેવી છે, પણ હમણ નહિ, કિન્તુ પાછળથી લઈશ, એમ ધારી રાખ્યું અને વચમાં જ પ્રાણ નીકળી ગયા તે દીક્ષા વિના મરું? ઉચ્ચ માનવ-ભવમાં દીક્ષા આરાધ્યા વિના ન મરાય; કેમકે દીક્ષને અવકાશ માત્ર માનવ ભવમાં જ છે.” અભયકુમારને આમ તે દીક્ષા હમણાં ને હમણાં જ નહોતી લેવી, પરંતુ જ્યારે પિતા રાજા શ્રેણિક કહે છે - હવે.