________________ 102 કેમ હમણું ને હમણાં જ ચરિત્ર કહે (1) કાળચરને ત્યાં કોઈ હિસાબ નથી કે કયારે પ્રાણ લૂંટાય? અહીં એક પ્રશ્ન થાય, પ્રભુને આયુષ્યને સવાલ કેમ ન પૂછાય? પ્રવ- પ્રભુને તે ખબર છે, તે પ્રભુને પૂછી ન લેવાય કે “મારું આયુષ્ય કેટલું ? એ જે આયુષ્ય લાંબું બતાવે, તે હમણું નહિ, પણ પછીથી દીક્ષા લઈ શકાય ને? ઉ૦- ના, (1) એક તે જે સોપકમ આયુષ્ય હોય તો સંભવ છે ઉપકમ લાગતાં આયુષ્ય વહેલું ય તૂટી જાય, એટલે કે આયુષ્ય-કર્મને દળિયાં બધાં જ એકી સાથે ભેગવાઈ જાય! એમ જે ઉપકમ લાગે તે વહેલા મરવાનું થાય, અને વાયદે રાખેલ દીક્ષા લેવાની રહી જાય. (2) બીજી વાત એ છે કે આ સવાલ જ્ઞાનીને પૂછવા પાછળ આશય એ છે કે “જ્ઞાની જે લાંબું આયુષ્ય કહે, તે તે પાછળથી દીક્ષા લઈશું; અર્થાત્ હમણ ને હમણાં ચારિત્ર લેવાની શી ઉતાવળ કરવી?” આને અર્થ એ, કે (3) હમણાં ને હમણાં ચારિત્ર લેવાની ભૂખ નથી ને (4) સંસારના પાપ પ્રત્યે “પાપ મહા ખરાબ એવી ધૃણા નથી, તેમ જ (5) એ ભય નથી કે “આ સંસારના સમય સમયના જંગી પાપથી પરલોકમાં મારું શું થાય ?"