________________ એક મત નહિ, પણ મોતની પરંપરા પામશે! કદાચ વિષચિની મૂછમાં એકેન્દ્રિય નિગદના અવતારમાં પટકાયા તે ત્યાં અનંતા જન્મ—મરણ પામશે ! - આદ્રકુમાર અને સભાની આગળ પુણ્યનંદન આચાર્ય મહારાજ ઠીક જ કહી રહ્યા છે કે “વિષયેની લગન છોડે, વિષયને સંગ છેડે.” “પુ સુખ મળ્યાં છે તે જોગવી લઈએ એમાં વાંધ?” એમ કહેતા નહિ, આ ભવમાં મેક્ષ-શિવસુંદરી પરણવા આવેલા તમારે આ ભવમાંથી વિષય-લગન ને વિષય –સંગના પાપે ભવના ફેરા વધી જશે! તે ય ભામાં રખડવાનું કયાં? હલકા તિર્યંચગતિના એકેન્દ્રિય-વિકલેન્દ્રિયપંચેન્દ્રિય તિર્યંચના હજારો લાખ અવતારમાં રખડવાનું ! ત્યાં ધર્મબુદ્ધિ જ ન મળે! પાપ પાપ ને પાપ મળે! પછી શે ઊંચા અવાય? માટે જે એકલી વિષય-લગન મનુષ્યના અવતારમાં હૈયે મહાલતી રાખી, તે જનમ વેડફાઈ જવાને. અહીં ધર્મ કરવાના સોનેરી અવસરે ધર્મ ન કર્યો, પછી હલકા અવતારમાં કથિરના અવસરે ધર્મ દેખાવાને જ ક્યાં કે ધર્મ આરાધવા મળે? કાળચર ના, ઘડપણે ધર્મ કરશું” એવા વાયદાના વેપાર રાખતા નહિ, કેમકે ગત પર કાળા ભમી રહ્યો છે. એ ક્યારે આપણા પ્રાણ ઉઠાવી જાય એને શો ભરે? અને એ વખતે જીવનભર હૈયે પત્ની-પુત્ર-પૈસા વસાવેલા, તે હૃદચને કેજો કેમ છેડશે? એમાં ય જીવનભર વહાલી કરેલી સેવાકારી પત્નીની માયા તે છૂટે જ શાની? ધર્મ શાને હૃદયમાં આવે? ત્યારે કહે -