________________ ભસવું ને લેટ ફાક બે સાથે ન બને. “હું ને મારું કુટુંબ ટેસથી ખાનપાનના જલસા ઉડાવીએ આ વૃત્તિવાળાને સાધર્મિક-ભક્તિને ધર્મ ન સૂઝે કે “લાવ, 5-15 સાધમિકેને લાવી એમની ભક્તિ કરું એવાં મારા અહોભાગ્ય. ક્યાંથી કે મારા આંગણે સાધમિકના પાવન પગલાં થાય! અને એમના પલ્લે પડી મારી પાપલક્ષ્મી પવિત્ર થાય !" આવું કેમને સૂઝે? પિતાના વિષયેના રંગરાગ છેડા ય જતા. કરવા હોય, એને એ સૂઝે. એમ બ્રહ્મચર્ય—ધર્મ સાધવો હોય અને પોતાના વિષયસંગ અકબંધ રાખવા હોય, એ ન બને. તારા વિષયસંગને છોડ, તે બ્રહ્મચર્ય ધર્મ સાધ. એમ “જીવતા છીએ તે ખાઈ પી મેજ કરવા માટે.”—આ જ હિસાબ રાખ્યો હોય એ શું કરવા તપ કરી ભૂખે મરવાનું કરે ? તપ ધર્મ આચરે છે? તે આહાર–સંજ્ઞાને દબાવવી જ જોઈશે; અને આહારદિ, સંજ્ઞાઓનું કામ એવું છે કે એને વધારીએ તે વધે, ને ઘટાડીએ તે ઘટે. એક મહાન ધર્મ : ખાવાના ટંકને નિયમ: એક વાર ઉપદેશમાં કહ્યું “આપણા મનને પૂછો કે રેજ કેટલા ટંક ખાવા મળે તો તને ધરપત ?" ઝટ કહેશો. “બે ટંકથી ધરપત,” ના, સવારે ચા પાણી કરે એ પણ ટંક છે. પછી નાસ્તો કરી ઊઠડ્યા, હવે મેમાં સોપારી મમરાવવાનું કર્યું, એ પણ ટૂંક છે. કેઈને ત્યાં મળવા ગયા.. ને રકાબી ચહા પીધી, એ ય ટંક છે. આવા કેટલા ટંકથી ધરપત? પાણીના ટંક નહિ ગણતા, ચાખવાના ટંક નહિ ગણતા, દવાના ટંક નહિ ગણતા. બેલે હવે આખા દિવસમાં