________________ (1) ધર્મ આચરે, (ર) વિષયસંગ ઓછા કરે, (3) સંતોષ સાથે, અને (4) લક્ષ્મી પાત્રે સ્થાપે. દા. ત. (1) જિનભક્તિ-ધર્મ ખૂબ આરાધે. (2) આરંભ–વિષય-પરિગ્રહના પાપ પર કાપ મૂકે તથા શખ-કુથલી–હાસ્ય-વિનેદ વગેરે પાપ બંધ કરે. (3) દિલમાં સંતોષ સાધક જેથી અસંતોષ યાને લેભના. લીધે થતી પાપ વિચારણાઓ બંધ થાય; ને (4) લક્ષ્મીને સંઘરી ન રાખતાં કે આડે અવળે ન ઉડાવતાં સાત ક્ષેત્રમાં સ્થાપતા ચાલે. (3) સંતેષ સાધે - આમાં ત્રીજી વાત સંતોષની કહી, એય મહત્વની વાત. છે. જીવને સંતોષ નથી, એટલે જ અધિક લાવવા–સાચવવાના પાપવિચાર આવે છે. મનને જે સંતેષ વળી જાય પછી, એ શું કામ વધારેની ચિંતા જ કરે ? કેટલાય પાપવિચારે અસંતોષના લીધે જ આવે છે, નિયમ લઈ નકકી કર્યું કે અમુક માપથી અધિક જોઈતું જ નથી, પછી અધિક પાપના વિચાર શું કામ કરે ? આ સંતોષ માત્ર પૈસા અંગે નથી, કિંતુ વેપાર અંગે પણ સંતોષ કરવાનું છે. “બજારમાં જવું પડે છે પણ અમુક કલાકથી વધુ બજારમાં રહેવું નહિ. - આ સંતેષ. એમાં ખાનપાનના ટંક અંગે સંતોષ કે “આટલાથી વધુ ટંક નહિ.”