________________ આ સમજીને જ મેટા માંધાતા તીર્થકર ભગવાન અને ચકવતી રાજ-મહારાજાઓ તથા શેઠ–શાહુકારે જેવા પણ - સંસારમાંથી ઊભા થઈ ગયેલા ! અને ચારિત્ર-ધર્મની સાધના કરવા નીકળી પડેલા ! જીવન ચંચળ સમજી જ્યાં સુધી એ ગૂમ નથી થયું, ને હાથમાં છે ત્યાંસુધી ધર્મ જ કરી લેવા - જીવે છે. એટલે જ આચાર્ય મહારાજ કહે છે, “જેજે જીવનના ભરોસે બેસી રહેતા નહિ કે “હજી તો શું વહી ગયું છે? - હજી–ઘણું જીવવાનું છે,” આવા વિશ્વાસે રહેતા નહિ કેમકે કાળ નામને ચેર આ જગત ઉપર ફરતે જ રહે છે, અને કેઈ જીના પ્રાણુ-ધન લૂંટતે ચાલે છે! મોટા ઈન્દ્ર અને હિસાબમાં નથી ! એમના પણ પ્રાણ ઉપાડી કાળોર ચાલતે થઈ જાય છે! તમે અને અમે શા લેખામાં? એટલે આ કાળચર કેઈ અણધારી પળે આપણા પ્રાણ ઉઠાવી જાય એ પહેલાં સાધના કરી લેવી એમાં જ બુદ્ધિમત્તા છે. કાળચરની કયાં ક્યાં પ્રાણલૂંટ? મૃત્યુ પર વિચાર કરે તે દેખાશે કે કાળચર કેને કેને? ક્યારે કયારે? અને કેવા કેવા સંગમાં ઉપાડે છે! એ બધું ઢંગધડા વિનાનું વિચિત્ર છે. (1) “લક્ષ્મણજીને રામ પર કેક પ્રેમ છે, એ પરખવા દેવતાએ આવી લક્ષ્મણજીની આગળ રાણીઓને રેતી-કૂટતી દેખાડી! - લક્ષ્મણજી પૂછે “આ શું છે?” રાણીઓ કહે “તમને ખબર નથી? રામચંદ્રજી મરી ગયા.'