________________ " હવે લક્ષ્મણ કહે છે, “જે રાવણ! તારું જ ચક હવે મારા હાથમાં છે. છતાં મારે તને એનાથી મારી નથી નાખે. તું સીતાજીને પાછા ખેંપી દે, તે તારા ગુન્હા માફક જા સુખેથી તારું રાજ્ય ભગવ.” કેવી ઉદારતા! જુઓ અહીં લડાઈ પૂરી થઈ ગઈ છે. રાવણ મર્યા વિના ક્ષેમકુશળ ઊભે છે, અને લક્ષમણ એને ગુન્હો, જો સીતાને પાછી મેંપી દે તે માફ કરી દેવા તૈયાર છે. એટલે હવે રાવણને માતથી બચવાનું મળે છે. કાળચર એના પ્રાણ લુંટી શકે નહિ. પરંતુ કાળચેર ઢંગધડા વિનાને માથે ભમી રહ્યો. છે, એટલે રાવણ ભાન ભૂલે છે, વિશ્વાસે રહે છે કે “સુદર્શન ચક મારું જ છે ને? મેં એને ઘણા દિવસ હાથમાં રમાડયું છે. તે મને હવે શું કરવાનું હતું ? કદાચ નથી ને લક્ષ્મણ મારા પર ફેંકશે તે મારી પાસે આવતાં જ એને હું હાથમાં પકડી લઈશ.” પરંતુ કાળચેર પાસે જ ઊભે છે, તે આ રાવણને ખોટા વિશ્વાસમાં રાખી એની પાસે અભિમાન કરાવે છે. રાવણ લક્ષ્મણને કહે છે “હું મારા હાથે સીતાને સેંપી દઉં? સેંપીશ, તમને હરાવીને પછી દયાદાન તરીકે સેંપીશ. ફેંક ફેક ચક, પછી બતાવું છું તને?” સવણ શું બતાવે ? ચક સરરર કરતું આવ્યું, ને રાવણનું ગળું કાપી ચાલતું થઈ ગયું ! કાળરે રાવણના પ્રાણ લૂંટી લીધા! કાળચોરને હિસાબ કે? ઘરડાના જ પ્રાણ લૂંટવા? બિમારના જ લૂંટવા? ના, કશે ઢંગ નહિ, ધડે નહિ. (5) આજે કુટુંબ સાથે ફરવા નીકળેલા કે કેઈની જાનમાં જોડાયેલા અકરમાત્ થતાં કચડાઈ કપાઈ મરે છે ને? કવિ કહે છે -