________________ બસ, આ સાંભળતાં જ લક્ષ્મણજી આઘાત લાગવાથી ખતમ! આટલામાં મૃત્યુ? ને પ્રાણનાશ? હા, કાળચરને જેના પ્રાણ ચારવામાં કે ઈ ઢંગધડે નથી કે એ કયાં ક્યારે ને કેવા સાગમાં ચેરાય! - (2) રાજા ચંદ્રવર્તસક પઢિયે વહેલા જાગી “પેલે -રી બળે ત્યાં સુધી આટલી જ જગામાં ધ્યાનમાં રહેવું.” એમ દેશાવકાશિક વ્રત–પ્રતિજ્ઞા લઈ ધ્યાનમાં બેઠેલા. એમાં દાસી તપાસ કરવા આવી કે “મહારાજા સાહેબ જાગ્યા છે?” ખેર આવી તે આવી, પણ દીવામાં તેલ પૂરી ગઈ! આમ કરવાની એટલી બધી શી જરૂર હતી? અને રાજાને તો એટલી જગા બહારનું બધું સિરે છે, બહારની વસ્તુ સાથે કશે સંબંધ નહિ; એટલે દાસીને તેલ પૂરતી અટકાવવા હુંકારે પણ ન કરાય. બસ, દી વધુ બળતો રહ્યો અને રાજાનું શરીર એટલે બધો સમય ધ્યાનમાં ટકી શકયું નહિ, માથાની નસ તૂટી, ને કાળ કરી ગયા. હું આટલામાં પ્રાણનાશ? હા, ઢંગધડા વિનાને કાળચેર ભમતે હોય, એને વળી પ્રાણ ચારવાનો ઢગ શે? ને ધડ શે? એ તે અહીં ય આ સંગમાં રાજાના પ્રાણ ઉઠાવી ગયે! - (3) સગરચક્રવતીના 60 હજાર પુત્રના પ્રાણ કાળચિરે અષ્ટાપદ તીર્થની રક્ષા વખતે એકી કલમે ઉપાડયા ! આમાં કેટલાના ઉપાડવા એને ક્યાં હિસાબ રહ્યો? તેમ ક્યારે નિ અને “કેવા સંજોગમાં” એને ય હિસાબ ક્યાં રહ્યો? (4) રાવણ રામ-લક્ષ્મણની સામે લડવા આવ્યું હતું તે લડે, પરંતુ એનું છેલ્લું શસ્ત્ર સુદર્શન ચક્ર લક્ષ્મણનું ગળું કાપી નાખવા મૂકેલું, તે સીધું ગળું કાપવાને બદલે લક્ષમણના હાથમાં જ પકડાય એમ આવીને ઊભું!