________________ વાતે...વગેરેમાં કરી, શું એમ વચનશક્તિને વેડફી નાખવાની ? એમ વેડફાઈ જાય એ કેટલી મોટી નુકશાની? જ્યારે, વચનશક્તિને ઉપગ (1) અરિહંત ભગવાનના સ્તોત્ર બલવામાં, ને (2) શાસ્ત્રની ગાથાઓ રટવા–ગુણવામાં. કરી લેવાને, તથા (3) મહાપુરુષોના સુકૃતો-સાધનાઓ અને આત્મપરાકના ગુણાનુવાદ કરવાને સેનેરી અવસર મળ્યો. છે. એને ન ઓળખી, એ સોનેરી તકવાળા આ જીવતરને. પાપવચનમાં વેડફી નાખવું, એ કેટલી મેટી મૂબઈ છે! એટલે જ આચાર્ય મહારાજ કહે છે-“આ જીવતર: સંધ્યાના રંગ જેવું ચંચળ છે, ચલિત થઈ જાય એવું છે.. સંધ્યાના રંગ હમણાં તે સુંદર ખીલેલા જોયા, અને જોતજોતામાં એ કાળા ધબ પડી જાય છે ! એમ આ જીવન હમણાં તે કુમારયુવાન અવસ્થાનું જોયું, ને જોતજોતામાં ઘડપણ. આવી જઈ મૃત્યુ સુધી પહોંચી જાય છે! પાણીને પરપોટો ફૂટતાં કેટલી વાર? એમ આ જન્મ નષ્ટ થઈ જતાં વાર નહિ! નદીને વેગ આવ્યો કે ગયો ! એમ જીવન આવ્યું કે ગયું! આવા ચંચળ જીવનમાં રાધાવેધ સાધી લેવાનું છે, અંધારે વિજળી ઝબૂકે મેતી પરેવી લેવાના છે. ત્યાં એ કરવાને બદલે ધૂળ જેવી વિષય-વાતેમાં કિંમતી જીવન પસાર કરી દેવું, એ મોટી મૂડી લઈ પરદેશ જઈ એનાથી કોઈ સારા વેપાર કરી લેવાને બદલે, સેટેલ-વેશ્યા–જુગાર વગેરે. અમનચમન કરી લેવા જેવું છે. એ મહા મૂર્ખાઈ છે. ચંચળ આર્ય મનુષ્યજન્મ આ ધર્મસાધના સાધી. લેવા માટે છે.