________________ 88 હૃદયે યથેચ્છ ખાનપાન હોંશથી ચાલશે! અથવા તે આગલા દિવસથી નસાસો પડશે કે “કાલે પર્વ તિથિ આવી, કાંક એકાસણું–બેસણું કરવું પડશે. આના બદલે જે ટંકને નિયમ હોય, તે મન પર એક ભાર છે કે “ખાવું ખાટું, માટે એનું નિયમન સારું. ચાર ટંક રાખ્યા છે, પરંતુ બેથી તે તે ત્રીજે ટંક નથી કરે.” મન પર વિરતિની પ્રસન્નતા રહે છે. જેને ટંકને નિયમ નથી, એ નિયમ કેમ નથી કરતો ? મનને એમ છે કે “કેને ખબર ક્યારે કેટલા ટૂંક કરવાના આવે? એટલે નિયમ ન હોય એ સારું !" આમાં જુઓ, જીવની કેવી કંગાલ દશા છે કે જો ઈ–૮ ટંકને નિયમ કરવા જતાં કદાચ કોઈક વાર 2-3 ટંક વધારે ચાટવાનું મળે તે તે ચાટવાનું રહી ન જાય એટલા માટે નિયમ નથી કરે. એને અર્થ એ કે ઉપરના સેંકડો ટંક ખાવાની અવિ રતિનું મહાપાપ માથે રાખવું છે ! એટલા ટંક ખાવાનું મળવાનું નથી ને મળતું હોય તો ય ખાઈ શકવાને નથી, છતાં એના ત્યાગને નિયમ નથી એટલે એની અવિરતિનું પાપ માથે ઊભું રહે છે ! ને એ પ્રત્યેક સમયે અઢળક કર્મ બંધાવે છે ! જૈન શાસનનું આ વિરતિ એક ખાસ તત્વ છે. પાપ કરતા નથી, છતાં પાપ-ત્યાગની પ્રતિજ્ઞા નથી, પાપની વિરતિ નથી, અવિરતિ છે, તે એ પણ કર્મબંધનું એક કારણ છે. ધર્મ કરે છે? તે પાપ છોડે, પાપના દરવાજા બંધ કરે. એ માટે પ્રતિજ્ઞા રાખી વિષયના સંગ, વિષયની આસક્તિ, એની ગુલામીને ત્યાગ કરે. વિષયે એટલે દુનિયાના પદાર્થો, એને જીવને રસ બહ. એટલે એની વાતચીત ગમે, એની