________________ ચકવતી પણું વગેરેય ધર્મથી જ મળે છે. જે પાપાચરણોથી એ મળતું હોત, તે તે દુનિયામાં પાપાચરણ કરનારા ઘણા છે, એટલે ચકવતીપણું વગેરે ઘણાને મળવું જોઈતું હતું. પરંતુ ઘણાને નથી મળ્યું એ સૂચવે છે કે બધી જાતના સુખ ધર્મથી જ મળે, પાપાચરણથી નહિ, હવે સુખ તે જેને જોઈએ જ છે, છતાં પાપાચરણે મૂકવા નથી એ કેવું આશ્ચર્ય! ' જીની કેવી મૂઢ અજ્ઞાન અને કંગાળ દશા ! અલ્યા ! અહીં પૈસા મળ્યા તે પૂર્વે કરેલ દાન ધર્મથી મળ્યા, ને હવે અહીં દાનમાં અખાડા કરવા છે? * ધર્મના આપેલા પૈસા ધર્મના ખેળે જાય? કે સંસા રકડા જીવ ધર્મો પૈસા આપ્યા તે હવે પૈસામાં જ અટકી જાય છે. પણ એના મૂળભૂત ધર્મ ઉપર દષ્ટિ ય લઈ જતું નથી, કેવી મૂઢ અને પામર દશા ! મરીચિની વૈરાગ્ય વિચારણા : ભરત ચકવનના દીકરા મરીચિએ દાદા કષભદેવ ભગવાનનું સમવસરણ જોતાં સમવસરણની મહાસમૃદ્ધિ પર આ જ વિચાર કર્યો, કે “આ સમૃદ્ધિ એ દાદા ભગવાને કરેલા ધર્મનું ફળ છે. ધર્મ એ મૂળ છે. એના પર અંતિમ ફળ મેક્ષ છે, ને આ સમૃદ્ધિ એ તે ડાળ-પાંખપ છે. | મારા પિતાની ચક્રવતીપણાની સમૃદ્ધિ એ પણ પિતાએ પૂર્વભવે સાધેલા ધર્મ-મૂળની ડાળ પાંખળા સ્વરૂપ છે. તે