________________ 82 કેઈના પરની ઈર્ષ્યાથી યા નેહથી કે લેભથી યા હઠથી અથવા અભિમાનના વિષયથી કરતા હોય, કે સુખવિલાસ યા કીતિની બુદ્ધિથી કરતા હોય, અથવા દુઃખના માર્યા, કે કૌતુકથી કરતા હોય, કે વિસ્મયથી યા વ્યવહારથી કરતા હોય, યા વૈરાગ્યથી કરતા હોય, પણ ધર્મનાં ફળને આંકડો ન માંડી શકાય. (4) માટે પિતાના જીવને કહે “હે પાપી જવ! તું જે, કે જીવતર સંધ્યાના રંગ જેવું સહેજમાં ઊડી જનારું છે, પાણીના પરપોટા જેવું ક્ષણભંગુર છે, પાણીનાં ટીંપા જેવું ચંચળ છે, અને નદીના વેગની માફક ત્વરિત વહી જનારું છે ! તે તું આ જોઈને કેમ બોધ નથી પામતે? (5) હે ભવી છે! આ માયારાત્રિ મોહની ચેષ્ટાએથી બહુ જ અંધકારવાની છે, તેથી જ્ઞાનને પ્રકાશ કરી ડહાપણપૂર્વક જલ્દી જાગ્રત્ થઈ જાએ; કેમકે કાળચર જીવેની માલમિત્તે અને જીવતર સુદ્ધાં સંહરી લેવા માટે આ જગતમાં ઘરેઘર ભમે છે! (6) ધર્મનું ભાતું જેની પાસે છે, એને એથી નરેન્દ્રદેવેન્દ્ર-વિદ્યાધરેન્દ્ર અને નાગેન્દ્રના સુખ મળે છે, તેમજ અહીં અને પરલોકમાં હંમેશા ચંદ્રના જે નિર્મળ યશ અને સત્કાર–સન્માન વગેરે મળે છે. ત્યારે (એથી ઊલટું) પાપથી દુર્ગતિનાં દુઃખ, અત્યન્ત ખરાબ નરકાદિ, અને નિંદઅપકીર્તિના પોટલાં મળે છે ! માટે હે બંધુઓ! ધર્મ અને પાપ બેમાંથી જે પસંદ હોય તે કરે.” આચાર્ય મહારાજને આ ઉપદેશ કેટલું બધું સચોટ છે!