________________ 80 આ કહેવામાં ચેખી માયા જ છે ને? માયા કરાય? હા, કસાઈથી સુયને બચાવી લેવા અર્થાત્ અહિંસાધર્મ માટે માયા કરે એ માયા દોષરૂપ નથી. બસ, એ જ પ્રમાણે પિતાના આત્માને સંસારના બેસુમાર, પાપોથી અને પારાવાર હિંસાથી બચાવી લઈ દુર્ગતિ-ગમનથી બચાવી લેવા માટે દીક્ષા લેવામાં માયા કરાય એ દેષરૂપ માયા નથી. એટલે આદ્રકુમારે માયા કરીને ભાગવાનું કર્યું એ દોષરૂપ માયા નથી. આદ્રકુમાર આર્યદેશમાં: આદ્રકુમાર વહાણમાં બેસીને સમુદ્ર ઓળંધી આવ્યા આર્યદેશમાં. ત્યાં લક્ષ્મીપુર નગરમાં જાય છે, અને સાધુની તપાસ કરે છે. ભાગ્યાગે ત્યાં શ્રી પુણ્યનંદન નામના આચાર્ય મહારાજ સાધુપરિવાર સાથે પધાર્યા છે. એટલે આદ્રકુમાર એમની દેશના સાંભળવા ગયે.