________________ હવે મારે વિચાર કરવાને છે કે મારે આ દુન્યવી સમૃદ્ધિને વળગી બેસી રહેવું ? કે એ છોડી ધર્મને વળગવું ? સમૃદ્ધિને વળગી બેસી રહેવું એ તે ધર્મ-મૂળને બદલે ડાળ-પાંખળાને વળગી બેસી રહેવા જેવું છે, એના બદલે ધર્મને વળગવું એ મૂળને વળગવા જેવું છે. તો મારે મૂળને વળગવું કે ડાળ પાંખળાને વળગી બેસી રહેવું ? જે અહીં સમૃદ્ધિને વળગી બેઠો રહું, તો તે જિંદગી પૂરી થઈ જાય પછી ડાળ પાંખળા ઊડી જાય અને મૂળભૂત ધમને સાધવાનું રહી જાય. પછી ભવાંતરે ડાળ પાંખળાં ય જોવા ન મળે અને ધર્મ સાધવાની સામગ્રી રૂપ મનુષ્યભવ પણ ન મળે. તો સંસારની 84 લાખ એનિમય નરકાદિ ચાર ગતિમાં રખડી જ પડું. માટે હવે તે મારે ચકવતી પિતાના ઘરની સમૃદ્ધિને મેહ મૂકી ચારિત્ર ધર્મને જ વળગવાનું.” બસ, મરીચિએ એટલે વિચાર કરી લઈ સમવસરણ પર ચડીને સીધું પ્રભુ પાસે ચારિત્ર જ લઈ લીધું ! આ હિસાબ છે - મુખ્યપણે ધર્મને જ મહિમા છે. ધર્મથી જ ચકવત પણું વાસુદેવપણું વગેરેની ય મહાસમૃદ્ધિ ઊભી થાય છે, અને અંતે મોક્ષ મળે છે. . (2) ધર્મ માટે વિષયસંગ છોડે આ જગતમાં ધર્મની જ બોલબાલા છે. એટલા જ માટે આચાર્ય મહારાજ કહે છે, “આ જગત પર જો મહિમા ધર્મને જ છે, તે હે ભાગ્યવાને ! કરવા જે ધર્મ જ છે. પરંતુ એ ધર્મ ખરેખ અને દિલથી ક્યારે થાય કે દુન્યવી વિષચેના સંગ જતા કરાય,