________________ 4. પુણ્યનંદન આચાર્યની ધર્મદેશના આચાર્ય મહારાજ દેશનામાં ફરમાવે છે કેધર્મદેશના : (1) હે ભાગ્યવાને ! “આ જગતમાં ધર્મને મહિમા જુઓ. મોટું છ ખંડનું સમ્રાટ ચકવતીપણું મળે છે તે ધર્મથી જ મળે છે. વાસુદેવપણું મળે તે ય ધર્મથી જ મળે; અને રાજવીપણું મળે તે પણ ધર્મને જ પ્રભાવ છે. ધર્મ નવ નવા ઉત્તમ મનુષ્યાવતાર આપે છે. વધારે બોલવાથી શું ? ધર્મ છેડા વખતમાં જ તીર્થંકરપણાનાં એધર્ય સુધી. વૈભવ આપે છે. (2) આવો જ્યારે ધર્મને મહામહિમા છે, તે હે બુદ્ધિમાન ! જીવનમાં કરવા જેવું હોય તે આ છે કે પરલેક સુંદર સર્જાવાની લાલસાથી ધર્મનાં અનુષ્ઠાને આચરતા રહે, ને જીવનને ધન્ય બનાવે અને વિષમય વિષયના સંગ બંધ કરી દે. મન એમાં લલચાવા જાય તે પહેલાં સંતોષની મજબૂત દસ્તી જમાવી દે, અને લક્ષ્મીને સુપાત્રમાં સ્થાપી દે. જીવનમાં પાપાચરણ નહિ, પણ ધર્માચરણ મુખ્ય કરે. કેમકે (3) આવા ઉત્તમ ધર્મને આચરનાર અમાપ લાભને પામે છે, પછી ભલે એ ધર્મ લજ્જાથી કરતા હોય, યા ભયથી કરતા હોય, કે પિતાની કલ્પનાની વિધિથી કરતા હોય, અથવા - .