________________ 79 જ છે, નિશ્ચિત્તતા નહિ. શાંતિમાં તે નિશ્ચિત્તતા હોય. અહીં એ નથી એટલે સચિંતતા છે, અશાંતિ છે. વળી એ ઉપાધિમાં ભયે છે, એમ અનેક પ્રકારની માનસિક વ્યથાઓચિંતાઓ છે. એટલે ઉપાધિ ચિત્તને બાળનારી છે. માનસિક પીડાઓ એ આધિ કહેવાય. એમાં ભય આવે, શેક આવે, દીનતા આવે, રેહણાં આવે, ઈર્ષા–વેર-ઝેર વગેરે આવે. એથી પણ મનને સ્વસ્થતા નથી. કલેજે ઠંડક નથી, તાપ-સંતાપ છે, ઉકળાટ છે એટલે આધિ પણ ચિત્તને બાળનારી છે. ત્યારે, વ્યાધિ એટલે રેગ; એ કેટલા આવ્યા કરે ? આમ ચિત્તને આધિ-વ્યાધિ-ઉપાધિના તાપ લગાડનાર સંસાર પર આદ્રકુમારને અભાવ થઈ ગયો છે અને હવે એ છોડ છે, ને તે અનાર્ય દેશમાં કાંઈ બને નહિ, તેમજ એના પિતા રાજાએ અનાર્ય દેશમાંથી ન જવા દેવાને પાકે બંદઅસ્ત કર્યો છે, એટલે આદ્રકુમારને માયા કરવી પડી. આ માયા દોષરૂપ નથી. કેમકે, ધર્મ માટે આ કરવી પડે છે. શાસ્ત્ર કહે છે; धम्मे माया नो माया અર્થાત ધર્મના વિષયમાં એટલે કે ઘર્મની પ્રાપ્તિ-વૃદ્ધિ-સંરક્ષણ માટે કરાતી માયા એ માયા નથી. જુઓ, કસાઈ દોડતે આવી કઈ માણસને પૂછે “અહીંથી ગાય ક્યાં ગઈ?” હવે એ માણસે ગાય જોઈ તે હોય કે ગાય ડાબી બાજુ ગઈ છે, પરંતુ કસાઈને શું કહે? આવું જ કાંક ગાય? હા, હા, જા જે સીધે દોડતે જા, નહિતર ગાય આગળ નીકળી જશે.”