________________ પર કે માનવ-જનમ રૂપી સુવર્ણસને ઉપયોગ આરંભપરિગ્રહ વિષયસેવન રૂપી પાદ–ધવણમાં ન જ કરાય. બાપને પંતરે -આર્કમાર પર ૫૦૦ની ચેકી: આદ્રકુમાર ખિન્ન થઈને રહે છે. બાપ જુએ છે કે કુમારને ભારત-દેશમાં જવાની ના પાડી ત્યારથી એને સીને. ફરી ગયું છે, એ ઉદાસ ઉદાસ થઈને રહે છે તેથી કદાચ આ. ખિન્નતામાં ક્યારેક અહીંથી ભાગી ન જાય! માટે એને આનંદ મંગલમાં રાખવો જોઈએ.” એમ વિચારી રાજા કુમારની સેવામાં રાખવા 500 સેવકને બેલાવી કહે છે - જુઓ તમે હમણાં અહીં આપણે ત્યાંજ રહો અને કુમારને વાતચીતે રમતગમત તથા સારાં ખાનપાન, મિજબાની, હરવું ફરવું વગેરેથી ખુશી આનંદમાં રાખે. સાથે. એટલું ધ્યાનમાં રાખજો કે ક્યારે ય પણ એને એકલે પડવા. દેતા નહિ, તેમ બહાર ફરવા જાઓ ત્યારે પણ એને એકલે. મૂકતા નહિ. તમારામાંના થોડા ઘણા એની સાથે જ રહેજે...... “એનું કારણ એ છે કે એને ભારત દેશમાં જવાનું મન છે, ને મેં ના પાડી ત્યારથી એ ખિન અને ઉદાસ રહે. છે, તેથી જો તમે એને ક્યારેય પણ એકલે મૂકે તે સંભવ છે કે એ ખાનગી રીતે ભારત દેશમાં ચાલી જાય!” રાજાએ આદ્રકુમારની સેવામાં મૂકેલ માણસેને કારણ બતાવવા સાથે સમજ આપી દીધી; એટલે હવે એ. સેવક અંતરમાં એ સમજી રાખીને આદ્રકુમારને મીઠી મીઠી વાતેચી ને રમતગમત વગેરે વગેરેથી આનંદ મંગળમાં રાખવા. પ્રયત્ન કરે છે.