________________ 70. “ધર્મથી દ્રવ્યોગ ભાવોગ બંને જાય પૂર્વ ભવમાં ત્યાગ-તપ-જિનભક્તિની જ ખામી રાખી હેય તેથી અહીં અશાતા–અપમાન આદિ આફત આવે છે.. માટે ધર્મની દવા કરે.” –આમ કહે તો આ સાંભળીને આપણને શું થાય ? શું ધર્મની વાત સાંભળીને આનંદ થાય કે “વાત સાચી છે. પૂર્વ ભવે એ ત્યાગ-ધર્મ નથી કર્યો ને અહીં પણ પહેલા જે તે જે તે ખાઈ ખાઈને પેટ બગાડયું છે, તે હવે એની દવા ત્યાગ-ધર્મ જ હોય. વળી દવા દારૂમાં પૈસા ઘણા ય બગાડ્યા, એના કરતાં ભગવાનની ભક્તિમાં હવે પૈસા. લગાવવા દે.” આમ સામેથી ધર્મની સલાહ આવે તે ત્યાં શું એના પર મન પ્રસન્ન થાય? કે એના બદલે મનને એમ થાય કે અહી બિમારીથી મરી તે રહ્યા છીએ, એ વખતે ધર્મ કરવાની વાત લાવે છે? શરીર સારું થશે તો શું ધર્મથી થશે? કે દવા દારૂથી?” જે આ વિચાર આવે તે એમાં શું દવા દારૂ પર શ્રદ્ધા, અને ધર્મ પર અરુચિ સૂગ નથી? ભલે બધી વાતે ધર્મ પર સૂગ ન કરી એટલે આખા નાસ્તિક નહિ, પણ આવા કેક આફતના પ્રસંગમાં ધર્મ પર સૂગ આવી, તે અંશે નાસ્તિક ખરી કે નહિ? આમારને ચિંતા અને કૂનેહ: આદ્રકુમાર આ વિચારી રહ્યો છે કે પિતાજીને ધર્મ પર આસ્થા નથી, એમને તો “મારે દીકરો ખોવાઈ જે ન જોઈએ.” એટલી જ ચિંતા છે, પછી “આ દીકરાનું ધર્મ