________________ 76 વિશ્વાસમાં લેવા ભેટની ચતુરાઈ : આમ માણસને વિશ્વાસમાં રાખીને આદ્રકુમાર ડું ડુિં વધારે આગળ નીકળી વધુ વિલંબે પાછો આવે છે. કુમાર પાછો એવે એ ચતુર છે કે માણસને અલબત રાજ તરફથી તે મહેનતાણું મળે જ છે, પરંતુ વધારામાં આદ્રકુમાર પોતે પિતાના તરફથી અવારનવાર વિશેષ વસ્ત્ર ધાન્ય વગેરેની ભેટ કરે છે. એટલે પણ માણસો આદ્રકુમાર પર ખૂબ સદ્ભાવ અને બહુમાનવાળા બની રહી કુમાર પર પાકો વિશ્વાસ ધરનારા બનતા જાય છે. જો અહીં આદ્રકુમારને આ મેજમજા અને વૈષયિક આનંદ-મંગળમાં કશે રસ નથી, અને તે રસ છે ભાગી જવામાં ! એટલે એક બાજુ માણસને આંધળો વિશ્વાસમાં ચડાવી દે છે, અને બીજી બાજુ ખાનગી રીતે ભારતથી આવતા પ્રવાસીઓને ભારતની રીતભાત પૂછે છે, ભારતના રાયે વિષે ને એના રસ્તાઓ વગેરે વિષે પૂછે છે.....એમ ભારતની જાણકારી વધારતો જાય છે. હવે જ્યારે એ જુએ છે કે માણસને વિશ્વાસ જામી ગયે છે, એટલે ખાનગીમાં પિતાના અંગત માણસે પાસે દરિયાકાંઠે એક સારા વહાણની તૈયારી કરાવે છે. વહાણના ખેલાડી તરીકે પણ બહુ હોશિયારને નક્કી કરાવે છે. આદ્રકુમાર ભાગે છે : હવે જ્યાં આદ્રકુમારે જોયું કે પિતા રાજાએ પોતાની સેવામાં મૂકેલા માણસો પૂરા વિશ્વાસમાં આવી ગયા છે. ઘેડેસ્વારી કરતાં પોતે કલાક બે કલાક મોડો પાછો આવે તે ય માણસે તપાસ કરવા નીકળ્યા નથી હોતા, એટલા બધા એ