________________ કેવી મુશીબત છે? આદ્રકુમારને સંસારથી છૂટવું છે, ને બાપને એને સંસારની લીલાલહેરમાં જકડી રાખે છે ! આ જગતમાં ધર્મની ભાવના થવા છતાં પણ ધર્મ સાધવાનું કેટલું મોંઘું છે? ધર્મ સાધવાનું માથું કેમ? એટલા જ માટે કે સંસારના દલાલે એમાં આડખીલી કરવા માટે, અંતરાય કરવા માટે, સદા સજ્જ હોય છે ! પાપનાં કામમાં કઈ અંતરાય નહિ નાખે, “બસ, તમારે ધર્મ કરે છે? અમે તમને નહિ કરવા દઈએ. –આ છે સંસારી કુટુંબીઓની સહજ વૃત્તિ ! એમાં પછી ધર્મમાં અંતરાય કરવામાં પોતાને કશે લાભ ન પણ હોય, છતાં કેમ જાણે ધર્મ પ્રત્યે બૈર ! કુદરતી સૂગ ! આપણને ધર્મ પ્રત્યે સૂગ નથી ? : આપણને ઘમ તરફ સૂગ નથી એમ આપણને લાગે છે. પરંતુ તપાસવાનું એ છે કે પ્રસંગવિશેષમાં આપણને શું ધર્મ તરફ સૂગ નથી થતી ? દા. ત. આપણને ગેસની બિમારી લાગી છે, ખાવાની ભૂખ લાગતી નથી, ખાધેલું પચતું નથી, ગેસ થઈ જાય છે. ત્યાં આપણને કેઈ કદાચ એમ કહે કે ભાગ્યશાળી ! જુઓ તમારે આ બિમારી કેટલા ય વખતથી ચાલ્યા કરે છે. દવાઓ પણ લે છે. એની પાછળ પૈસા ય સારા ખરચાય છે. કિન્તુ હજી સારું થતું નથી. તો પછી વિચાર કરવા જેવો નથી લાગતું? મને તે લાગે છે કે હવે તમે ત્યાગ– ધર્મ અને જિનભક્તિ સાધુ–સેવા તથા સામાયિકાદિ ધર્મરૂપી દવાનો ઉપયોગ કરે ને?....