________________ 71 વિના પરલેકે શું થશે? અહીંથી મરીને કેવી કેવી દુગતિમાં ભટકશે ?" એની કશી ચિંતા નથી. અનાર્ય દેશના વાસી એટલે એમને મારા પરની ચિંતા ન હોય, પરંતુ મારે તે મારી ચિંતા કરવી જ જોઈએ અને એમણે હું ભાગી ન જાઉં એ માટે સેવકમંડળને ચોવીસે કલાક પહેરે મૂક્યો છે. મને કહ્યું છે જે, “આ સેવકે તારી સેવામાં રાખ્યા છે, પરંતુ સેવકે સેવામાં કેમ રાખ્યા છે એ હું સમજી ગયો છું. એ મારા માટે ફાંસલે છે. એટલે હવે મારે કુનેહથી મારે માર્ગ કાઢવો પડશે. એ માટે, અલબત્ જે કે સેવક મંડળ સાથેની ગેઝી-વિદમાં કે એમની સાથે બહાર હરવા ફરવામાં મને રસ નથી, છતાં મારે ઉપર-ઉપરથી રસ દેખાડે પડશે અને એમને વિશ્વાસ સંપાદન કરે પડશે કે “આ તે આપણી સાથે ખૂબ હળી ગયા છે, બહુ રસથી આપણે સાથે વાર્તા વિદ કરે છે, રસથી સાથે હરે ફરે છે, એટલે આ કાંઈ ભાગી જાય એ નથી.” આ એમને વિશ્વાસ બેઠા પછી, એમાં એમને ભરોસામાં રાખી પલાયન થઈ જઈશ.” આદ્રકુમાર બહારથી શું કરે છે? ને એને અંતરમાં શું છે ? : બસ, એણે એ પ્રમાણે શરુ કર્યું, સેવકમંડળ સાથે વાતચીતે હસીને કરે છે, સાથે રમતગમત કરે છે, સાથે બહાર હરવા–ફરવા જાય છે. શું આદ્રકુમાર આ બધું હૈયાના રસથી ને મનની હોંશથી કરી રહ્યો છે? ના, હૈયામાં એક આંકડાને રસ નથી, કે મનમાં લેશમાત્ર હોંશ નથી. પણ દેખાય કેવું ? પૂરે રસ અને પૂરી હોંશ ! છતાં તે ઉપર ઉપરને રસ અને હોંશ, બાકી ખરેખર તે હેયે એને ઉદ્વેગ