________________ સંયમ મળવાની શક્યતા જ નથી, તે પછી અહીં જે માનવભવ હાથમાં છે તે શા માટે મારે સંયમને જ પુરુષાર્થ ન કરે ?... ભલે હું અહીં રાજાને પાટવી કુમાર છું એટલે રાજ્ય મળે એમ છે, પરંતુ રાજપાટથી મારા આત્માનું શું ભલું થવાનું હતું ? મોટું રાજ્ય ને ખજાના તથા રાણીઓ વગેરે તે મારે ભયંકર મેહ અને પાપસેવન કરાવનારા બનવાનાં! તેમજ એ બધાં મૃત્યુ આવતાં અંતે મૂકી જ દેવા પડવાના ! અને મારા આત્માને અહીંથી મેટા પાપકર્મી-પાપસંસ્કારના ભાર સાથે ચાલ્યા જ જવું પડવાનું, એટલે રાજ્યપાટ વગેરે મેહ-માયામાં પડી રહીને શું કમાવાનું ? સંયમ સાધવાનું રહી જાય. માટે હવે એને માટે જ પ્રયત્ન કરવાને.” આદ્રકુમારને વૈરાગ્ય જળહળી ઊઠ્યો! કેટલામાં? દેખાઈ ગયું છે કે “સંયમ સાધવાના પ્રતાપે દેવભવ અને પછી આ મનુષ્યભવ મળે છે, તે હવે અહીં એ સાધ્યા વિના લાખેણે મનુષ્યભવ એળે કેમ જવા દેવાય?” આ સાંભળીને તમને મનમાં શું થાય છે? કહેતા નહિ. કે “અમને પણ જો આવું જાતિસ્મરણ જ્ઞાન થઈ જાય, પૂર્વ ભવ યાદ આવી જાય, તે અમને ય સંસાર અકારે લાગી સંયમ લેવાની ભાવના થઈ જાય, આ ગણતરી જ ટી. છે, કેમકે ભલે જાતિસ્મરણ જ્ઞાન નથી થયું, પરંતુ જ્ઞાનીનાં વચન પર શ્રદ્ધા તે છે ને? તે જ્ઞાનીએ સંયમને જ મનુષ્ય જનમને સાર કહે છે. . મનુષ્ય જન્મ સંચમ માટે જ છે . આ વચન પર શ્રદ્ધા તે ખરી ને? પછી જાતિ મરણ