________________ - જોઈતું હતું, પરંતુ વેશ્યાને સમજાવવા થેલ્યા કે “અમે તે સાધુ પૈસાને અડીએય નહિ.” વેશ્યા જેવી સ્ત્રી આગળ આ બધી સમજુતીની પણ વાતચીત ખેતી. એમાં વળી એ નખરા કરે, હાવભાવ કરે, ત્યાં ઊભા રહેવું એ પતનનું પ્રબળ નિમિત્ત ગણાય; અને ખરેખર એથી જ મુનિના સંયમના ભાવ પડી ગયા. માટે જ આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે બોટાં નિમિત્ત સેવવા અને મન બગડે ત્યાં માનવું કે મારે મેહની વિચિત્ર પરિણતિ છે એ ખોટું વાસ્તવમાં ખોટાં નિમિત્તથી જ આઘા રહેવું જોઇએ. મહાત્મા નંદણને નિકાચિત કર્મના ઉદયે મેહના વિકાર જાગતા હતા, પરતું બેટું નિમિત્ત સેવતા નહિ ત્યાં સુધી મેહના ઉદયે પડ્યા નહોતા. પણ વેશ્યાને ત્યાં ખાટાં નિમિત્ત સેવતાં પડ્યા. સાવીનું અનશન : અસ્તુ. આદ્રકુમારને જીવ પૂર્વ ભવે સાધુ, તે પત્ની આ બધુમતી-સાધ્વીજીને જોઈ એનાં દર્શનના નિમિત્તથી રાગના ઉદયવાળા બન્યા. હવે દિન પ્રતિદિન ફિકકા પડતા જાય છે, ત્યાં સાધ્વીજીએ જોયું કે, “આ સમજાવ્યા સમજતા નથી, તેથી અહીં મારું અસ્તિત્વ જ નકામું છેએટલે જે હું અનશનથી દેહ પાડી નાખું, તો પછી એમને આ મારી કાયા પર રાગ ઓસરી જશે.” એમ વિચારી એણે અનશન આદર્યું. સાધ્વીની સાધુના આત્મહિતની કેટલી બધી કાળજી! પિતાના નિમિત્તે સાધુને રાગ થાય છે તે પોતે ખત્મ થઈ જવું સહી, પણ