________________ પાળ્યા પછી એ કોધ કરે કે જેમાં પૂવે પાળેલા સંયમને પિતાના મનથી કિંમત વિનાનું બનાવી દે, ક્રોધના આવેગમાં સંયમની અનુમોદના ખોઈ નાખે, અને કોઈ કહે “અરે! તમે આટલું બધુ સંયમ પાળનારા, આ ગુસ્સો કરો છો ?" ત્યારે બોલે, “સંયમ પાળ્યું એટલે શું ગુને કરી નાખ્યા તે - આવા હરામીનું સાંભળી લેવાનું ? " આમાં કે હલકો ભાવ છુપાયે છે ! “સંયમ પાળ્યું એ કાંઈ બીજાથી દબાઈ જવા માટે નથી પાળ્યું. બીજા ચડીને આવે તે એને દબાવી દેવા માટે પાળ્યું છે;”—આ મલિનભાવ એમાં છુપાયે છે. આમાં - સંયમ કરતાં કોઇને ભાવ કિંમતી અને જરૂરી લાગ્યો છે. અગ્નિશર્મા તાપસને શું થયું હતું ? આ જ કે લાખે પૂના માસખમણે પછી રાજા ગુણને પારણાનું આમંત્રણ આપ્યું, પરંતુ પારણાના દિવસે જ રાજાને સખ્ત શિરશૂળ ઊપડયું....પારણું ચુકાઈ ગયું.બીજું માખમણ શરુ થઈ ગયું, એનું ય પારાણું પણ રાજાને દુશ્મન રાજા પર એકાએક ચડાઈ કરવાની તૈયારીમાં ચૂકાઈ ગયું ! ત્રીજું મા ખમણ શરુ થઈ ગયું, રાજાના બહુ દુઃખ કરવાથી એનું ય પારણું રાજાને ત્યાંનું માન્યું, પરંતુ ત્યારે રાજાને ત્યાં પુત્ર જન્મોત્સવને જલસે ચાલ્યો એમાં આ પારણું ય ચૂકાઈ ગયું ! હવે તાપસની ધીરજ ખૂટી, ન રાજા પર ગુસ્સો ચડ્યો અને નિયાણું કર્યું. કે “આ રાજાને ભવોભવ મારું !" આમાં ગુરુએ ગુસ્સો ન કરવા ખૂબ શિખામણ આપી, પરંતુ તાપસે ક્ષમા ન કરી, અને અબજોના અબજો માસખમણનું ફળ બાળી નાખ્યું. કારણ? ગુસ્સાના આવેગમાં પૂર્વના મા ખમણે વખતની