________________ તપસ્યા કરીએ, હિતુ કેને ખબર એ અમને પણ ક્યારેક પાડી દે? એટલે પછી એ ત્યાગ અને તપસ્યા કરીને શું વળ્યું ? માટે આઘા જઈને પાછા ન પડવું, ને સીધું સીધું ગાડું ચાલે એટલું કરવું સારું ને?” આવી પડવાની સમજ : નહિ લેવાની. આ સમજ બેટી છે. જેયું છેઆપણે કે પહેલું તે. નંદીષણ પડયા તે ય એમણે પૂર્વે કરેલું નકામું ગયું જ નથી. એમણે તે કઈ જનમના કર્મો અને અશુભ અનુબંધ તોડી નાખ્યા છે. ત્યારે તે એમને અદ્ભુત લબ્ધિઓ ઊભી થઈ ગઈ છે, જેના પરિણામે વેશ્યાને ત્યાં બેઠા રેજ 10-10 જણને સંસારમાંથી ઊભા કરી દે છે! આ જેવી તેવી સિદ્ધિ છે? પડવા પૂર્વેની સાધના આ નકામી ગઈ? કે મહાફળદાયી બની ? એટલે “એકવાર પડ્યા માટે પૂર્વે કરેલી ઘેર તપસ્યાઓ નકામી ગઈ કે પાળેલું સંયમ નિષ્ફળ ગયું.” એવું ક્યાં છે? આટલું નિશ્ચિત સમજી રાખવાનું - નિરાશસભાવે કરેલ ત્યાગ, તપસ્યા, દાન, પરોપકાર, જિનભક્તિ, સાધુસેવા અને વ્રત-નિયમે નિષ્ફળ જતા જ નથી. ક્રોધથી કોડ પૂર્વના સંયમનું ફળ ડેમ નાશ પામે છે?' પ્ર-- તે પછી એમ કેમ કહેવાય છે કે ક્રોધે કોડ પૂરવતણું સંજમ ફળ જાય? એમાં તો પૂર્વનું સંયમમાં કરેલું નકામું જ ગયું ને? ઉ૦- ના, એ કહેવાનો અર્થ એ છે કે શુદ્ધ સંયમ ધર્મ