________________ - પ૭ વવાની કે સામાન્ય સામાન્ય ધર્મ પકડાવવાની વાત નહિ, કિત સંસારમાંથી ઊભું કરી દઈ સીધે દીક્ષા માટે નીકળી પડે એ તૈયાર કરવાને ! નંદીષણને આત્મવિશ્વાસ કે જમ્બર ઊંચે? : વેશ્યાને ત્યાં આવનાર કેવા હોય? સારા સદાચારી શાહુકાર? કે એવા લફંગા માણસે? એમને ઉપદેશથી દીક્ષા માટે ઊભા કરવાના! ત્યારે પિતાની વાણી ઉપર અને પોતાના આત્મા પર કેવી શ્રદ્ધા કે આત્મ-વિશ્વાસ હશે કે આવાને પણ દીક્ષા માટે જરૂર ઊભા કરી દઈશ.” આ આત્મ-વિશ્વાસ એટલા માટે છે, કે પિતે જુએ છે કે ભગવાનના શાસનને પિતાને ચળમજીઠને રંગ લાગે છે. જગતમાં સાર હોય તે પ્રભુની વાણી જ સારભૂત છે, વાણીએ કહેલ અહિંસા–સંયમ–તપ ને દર્શન–જ્ઞાન–ચારિત્ર એજ સાર'ભૂત છે.” એવું પોતાને હાડોહાડ લાગી ગયું છે. રગરગમાં પ્રસરી ગયું છે, રેમેરમ વસી ગયું છે. એટલે આ આત્મવિશ્વાસ છે કે “હું સામાને જરૂર ભગવાનની વાણી અને ભગવાને કહેલા દર્શન-જ્ઞાન–ચારિત્ર–તપ સામાને ગળે ઉતારી દઈશ.” આ આત્મવિશ્વાસ એમ ને એમ નથી આવતું. જિનવચન અને જિનક્તિ-ધર્મ સાધનાથી પિતાના અંતરમાં આરપાર ઊતરી ગયા હોય, શરીરના રમે રેમ એનાથી ભાવિત થઈ ગયા હેય, રંગાઈ ગયા છે. ત્યારે જ આ સામાને પમાડવાને વિશ્વાસ આવે છે. જિનવચન-ભાવિતતા જિનવચનના અમલથી આવે: નંદીષેણ મહાત્માએ આ જિનવચનથી ભાવિતતા શી રીતે ઊભી કરી? માત્ર હૈયાની કેરી શ્રદ્ધાથી નહિ, કિન્તુ જિનવચન