________________ પપ નથી કહેતા, નથી કરાવતા; અને બળતામાં પાણી છાંટવા રૂપ ધર્મલાભ કહે છે, લે બસ? ધર્મલાભ” એમ કહીને ચાલવા જાય છે, ત્યારે વેશ્યાની કુનેહબાજી : વેશ્યા આડી ઊભી રહી કહે છે “તે એમ ન જવાય, આ તમારે સેનયાને ઢગલે લઈ જાઓ. અમે વેશ્યા ખરી, પરંતુ આર્ય દેશની, એટલે પ્રામાણિક, તે માલ આપ્યા વિના હરામના નાણાં ન ઉપાડીયે.” જુઓ, અહીં હવે મુનિએ ઊભા રહેવાની જરૂર નહોતી, કેમકે વેશ્યાને કહેવાનો ભાવ એ હતું કે અમારે માલ લે, અર્થાતુ અમારી સાથે વિષયસુખ ભેગે, પછી અમે નાણાં લઈએ.” આવી જ્યાં રજુઆત કરે ત્યાં હવે મુનિએ વાદવિવાદમાં ઊતરાય? ના, પણ મુનિ એને સમજાવવા છેલ્યા. તે કહે છે.-“તને શું ખબર નથી કે અમે સાધુ છીએ? અમે તે પૈસાને અડીએ પણ નહિ; પછી લેવા–રાખવાની શી વાત ?" ત્યાં તરત વેશ્યા આંખના મન ને અંગેના હાવભાવ સાથે વાત લંબાવે છે, પણ તે પછી એમ તે અમે પણ પ્રામાણિક વેશ્યા છીએ, તે માલ આપ્યા વિના પૈસાને અડીયે નહિ.” કહે, વેશ્યા કેવી? તાલંબાજ વેશ્યા છે ને? શું એને પૈસા નથી જોઈતા? શું એ એમ ને એમ કેઈ ભેટ આપે તે ન લે? લે જ, તે કેમ આમ બોલી રહી છે? કહે, મુનિને સંયમમાંથી પાછી પિતાને ઘરે કાયમ માટે બેસાડી દેવા છે, તેથી આમ બનાવટી બેલી રહી છે.