________________ - 53 માટે જ છે સદા સર્વદા સાવધાન રહેવા જેવું છે કે મેહની કવાયની પરિણતિ જાગે એવું જરા પણ નિમિત્ત ન આપવું અહીં જુએ, નંદીષેણ મહાત્માએ, વેશ્યાના કહેવાથી ઘર વેશ્યાનું છે” એમ જાણ્યું છતાં, તરત ત્યાંથી નીકળી જવું જોઈતું હતું. એમાંય વળી પિલી જ્યારે કહે છે કે “અમે ધર્મલાભને શું કરીએ અમારે તે અર્થલાભને બપ;” ત્યારે જવાબ આપ્યા વિના જ પાછા નીકળી જવું જોઈતું હતું. એના બદલે જવાબ આપવા ઊભા રહ્યા કે “અમે અર્થલાભ કરાવવાનું જાણીએ છીએ. પરંતુ આમેય દુનિયા અર્થ-કામની લાલસાની આગમાં સળગી તે રહી છે, એમાં વળી અમે અર્થલાભ કરાવી આગમાં ઘાસતેલ કાં હામીએ? બાકી તું સમજતી નહિ કે અમને અર્થ લાભ કરાવવાનું નથી આવતું માટે અમે ધર્મલાભ બોલીએ છીએ.” આ બધું ભાષણ કેની આગળ? અર્થને જ ઈચ્છનારી વેશ્યા આગળ જ ને? તેથી ભાષણથી શું સાધુનું ગૌરવ વધત? અથવા શું વેશ્યા ધર્મ પામી જાત? ને એ અર્થને પૈસાને મેહ છેડી દેત? યા ઓછો કરી નાખત? ' અરે ! અમે તમને આ કહીએ છીએ કે “શું કામ એકલા અર્થ-કામની પૂંઠે પડ્યા છે? “અર્થકામ તે આગ છે આગ ! એમાં સંભાવનાઓ સળગીને સાફ થઈ જાય છે. આવું અમે તમને કહીએ એટલે તમે અર્થને મોહ