________________ પર જોરદાર હતે? છતાં અજાણ્યે વેશ્યાના આંગણે ગોચરી ભિક્ષા જઈ ચડ્યા, ને ત્યાં ધર્મલાભ લે છે. ત્યારે વેશ્યા કહે છે “મહારાજ !ધર્મલાભને અમે શું કરીએ? અમે તે વેશ્યા, અમારે તે અર્થલાભ જોઈએ. તમને એ ન આવડે એટલે ધર્મલાભ જ કહે.” અહીં જુઓ, નંદી મુનિને મેહની વિચિત્ર પરિણતિ કેવીક જાગી કે વેશ્યા સામે આ મુનિને અભિમાન બતાવવાનું મન થઈ આવ્યું. તે વેશ્યાને કહે - એટલે શું તું એમ સમજે છે કે સાધુ અર્થલાભ: કરાવી શકવાનું જાણતા નથી માટે “ધર્મલાભ” “ધર્મલાભ” બેલે છે? લે, જે.” એમ કહી ત્યાં જમીન પરથી કે બાજુમાંથી એક તણખલું ઉપાડી લઈ એને આંખને મેલ અડાડી આકાશમાં. નાખ્યું ! ત્યાં આકાશમાંથી સાડાબાર કોડ નૈયા વરસ્યા ! આ શું થયું ? મુનિને મેહની પરિણતિ નડી અભિમાનની. અભિમાન એ મેહની પરિણતિ છે. એટલી બધી ઘેર તપસ્યા અને ઉચ્ચ કષ્ટમય સંયમનું પાલન કરનારા, તે પણ બીજી કઈ લાલસાથી નહિ, કિન્તુ માત્ર કર્મોને નાશ કરવા માટે. એમના કષાયે કેટલા બધા શાંત થઈ ગયા હોય? કઈ લાકડી ઠેકે તે એના પર શેષ ન કરે, કઈ ગાળે દઈ જાય તે ય મનમાં અભિમાન ન લાવે કે “હે? તું મને ગાળે દે છે?” એટલા બધા ક્ષમા-સમતા–લઘુતા–નમ્રતામાં ઝીલનારા ! એમને વળી અહીં અભિમાન આવ્યું ! કહે, મેહની પરિણતિ એવી વિચિત્ર છે કે એ કયારે જાગીને માણસને ન ફસાવે એવું કાંઈ કહેવાય નહિ.