________________ (2) મેહની વિચિત્ર પરિણતિ જાતિ-કુળને પણ નથી ગણકારતી, ઉત્તમ જાતિ ઉત્તમ કુળમાં જન્મેલા પણ કેટલાક વેશ્યાગામી બને છે. ત્યાં એના મનને એમ નથી થતું કે “હું કેવી ઉત્તમ આર્યજાતિમાં આર્યકુળમાં જન્મેલે? મારે તે વળી વેશ્યાગમન હોય?” અરે ! જે ઉત્તમ કુળનું હૈયે ગૌરવ હોય તે પરસ્ત્રી સામે આંખ ન નખાય. મનને થાય કે “હલકા કુળના માણસે પરસ્ત્રીએ જોયા કરે, એમ ઉત્તમ કુળવાન હું ય પરસ્ત્રીઓ જોયા કરું ? તે તે પછી અધમ-ઉત્તમ કુળમાં જનમવાને શું ફરક પડ્યો? અધમ કુળના હેડભંગી પણ પીદર્શનનું અધમ કામ કરે, એમ શું ઉત્તમ કુળવાળા પણ પરસ્ત્રીદર્શનનું અધમ કામ કરે ? ના, છતાં કરતા દેખાય છે, એ મેહની વિચિત્ર પરિકૃતિ છે. (3) વિચિત્ર મેહની પરિણતિ વયને પણ ગણતી નથી! પાકી ઉંમર થઈ ગઈ, અને વરના વરસે મેહના ખેલ ખેલી લીધા, છતાં એમને કહે “હવે ચતુર્થવ્રત બ્રહ્મચર્યવ્રતમાં આવી જાઓ” તે કહેશે “સાહેબ! માફ કરે, એ બાબતમાં મારી નબળાઈ છે.” એને કહે, “પરસ્ત્રી જોવાનું અંધ કરે.” તે ય કહેશે મારી નબળાઈ છે.