________________ મીની ઈચ્છા નથી થતી, અને એક ઉપવાસને તપ કરે ત્યાં આરામીની કેમ ઈચ્છા થાય છે? શું સંસારના કામે આરામી વિના કષ્ટ વેઠીને કરવાના? ને ઉપવાસને ધર્મ કષ્ટ વેઠયા વિના આરામથી કરવાને? તપ કરવાની સાથોસાથ આ ખ્યાલ રાખવાને છે કે જેમ સંસારમાં આરામી નહિ પણ કષ્ટ ઉપાડાય છે, તેમ ધર્મમાં પણ આરામી નહિ, કિન્તુ કષ્ટ ઉપાડવાનાં છે. એટલે તપ કરતાં આ ખ્યાલ રહે અને સ્વાધ્યાય કાર્યોત્સર્ગ વગેરેથી કષ્ટ વધાવી લેવાય. એટલા જ માટે તપમાં “કદી ને મદી મિંયા ચાલ્યા નદી” જેવું નહિ, એક ઉપવાસ કરી પછી દિવસે કે મહિનાઓ સુધી તપને તાળું નહિ, કિન્તુ ઉપરાપર તપ કરતા રહેવું જોઈએ તો જ કાયાને કષ્ટ પડવાથી કાયાને રાગ ઘવાતે-ઘસાત આવે. એટલે સમજે કે '. વારે વારે તપનાં કષ્ટ શા માટે ઉપાડવા? તે કે કુટિલ કાયાના રાગને તેડતા રહેવા માટે, એટલે, જેમ વિગઈરસ–ત્યાગથી રસના મેહના કૂરચા ઊડે, એમ કષ્ટમય તપથી કાયાના મહના કૂરચા ઊડતા આવે. નંદીષેણ આવા કઠેર ત્યાગ–તપ આચરી રહ્યા છે. હવે એમને મેહ નડે? પરંતુ મેહની પરિણતિ વિચિત્ર છે, તે એટલું કરવા છતાં એમને મેહના વિકારે જાગે છે! (1) વિચિત્ર મેહની પરિણતિ લોખંડી પુરુષને ય ન ગણકારે! ને એની ઉગ્ર આરાધનાને ય ન ગણકારે! એમ,