________________ ત્યારે તપથી પણ કર્મક્ષય અને મેહક્ષય થતું આવે છે. અલબત્ તપ કરવાનો તે શરીરને જરાય કષ્ટ ન પડે એ ધ્યાન રાખીને નહિ કરવાને, નહિતર કાયાને કષ્ટ ન પડવાનું ધ્યાન રાખી તપ કરવા છતાં કાયાને રગ અકબંધ રહેવાને, નિરાશસભાવના તપ આવા હેય કે એમાં જેમ દુન્યવી પદાર્થો અને માનપાનની આશંસા નહિ, એમ કાયાની પણ લષ્ટપુષ્ટતા સાચવવાની ઈચ્છા નહિ, કાયાને કષ્ટ ન પડવાની ઈચ્છા નહિ, એટલે તપ કરતી વખતે કાયાને કષ્ટ પડે છે એની પરવા નહિ કરવાની; કિન્તુ કષ્ટ વધાવી લેવાની તમન્ના રાખવાની, કાયકષ્ટ વધાવવા દ્વારા કાયિક-સુખને રાગ પણ તોડવાની તમન્ના રાખવાની. આ એટલા માટે કે તપથી જેમ કર્મક્ષય કરે છે એમ કાયાના મેહને પણુ ક્ષય કરે છે. બાહુબલમુનિ કેમ વર્ષભર કાઉસ્સગ્રુધ્યાને? કર્મ. ક્ષયમેહક્ષય બંને માટે : અનશન એટલે કે આહાર–પાણીના ત્યાગ કરી કાર્યોત્સર્ગ ધ્યાનમાં ઊભા છે! કાયાને કષ્ટ નહિ પડ્યા હોય? કહે, જાલિમ કષ્ટ અનુભવ્યા છે એટલે જ એમના એ નિરાશંસ ભાવના તપમાં કાયાના મેહના કૂરચા ઊડડ્યા છે. હા, “ચાલે ઉપવાસ તો કરીએ પરંતુ આખો દિવસ બેઠા બેઠા કે સૂતા સૂતા ઉપવાસ પૂરો કરશું” એવી ગણતરી રાખી હોય તે,