________________ તે રસના રાગને પિષાવાનું ન મળ્યું, પરંતુ પારણા વખતે રાગને રસની ઉજાણી મળી ! એટલે સમજો કે રસને રાગ વિગઈઓને પગ પગભર થઈ ગયે. માટે જ આ ધ્યાનમાં રાખવાનું છે કે તપમાં ભલેને વર્ધમાન અબેલ તપ કરી લુખા ખાધાં, પરંતુ જે પારણે ઘી-કેળા ઉડાવ્યા, લગભગ બધી -1 જાતના રસ ઉડાડવાના લહાવા લીધા, તે સમજી રાખે કે રસના મેહરૂપી દુશ્મનને સાલિયાણા મળ્યા ! રસ જીવને દુશ્મન છે. દુશ્મનને સાલિયાણ મળે એટલે દુશ્મનના ટાંટિયા મજબૂત થાય. આ હિસાબે આયંબિલ ઓળીમાં ભલે લુખાં ખાધાં, પરંતુ પારણે રસની જાહેજલાલી કરી, તે રસના મેહના ફૂરચા ન ઊડ્યા, પરંતુ મેહની બેલબાલા થઈ. આ હિસાબ છે - તપસ્યા પર પારણે ત્યાગ નહિ, તે આ દુશ્મનને એક ઠેકાણે તે ફાવવા ન દીધે, પરંતુ બીજે ઠેકાણે એને માથે બેસાડ્યો. ત્યાગના આંતરામાં પણ ભેગ ભયંકર: ઓળી વખતે રસના મોહને ફાવવા ન દીધે પરંતુ પારણા વખતે રસને મેહ માથે ચડાવ્ય! રાગ અને મોહ ચીજ એવી છે કે એમાં આંતરા પાડવા છતાં જે આંતર પછી રાગ–મેહ અને મેહક વિષયો સાથે દસ્તી કરી એનો સારે સમાગમ કર્યો, તે એને દુબળા પડવાનું રહ્યું નહિ. ત્યાગના આંતરડામાં પણ ભાગ ભયંકર છે. બાકી જે “તપના પારણે પણ રસની ઉજાણ નહિ ઉડાવવી” એ ધ્યાનમાં રહે તે રસના રાગના કૂરચા ઊડે. ત્યાગમાં જેમ મોહને ક્ષય છે, એમ કમનો પણ ક્ષય થતે આવે છે.