________________ વિચિત્ર મેહની પરિણતિ પછી પુરુષ, જાત, ઉમર, બોધ, ધર્મ,....વગેરે કશાને ગણકારતી નથી. નંદીષણ મહામુનિ મહાલખંડી સાધુ–પુરુષ હતા. દેવીએ ચેકનું કહેલું કે તમારે નિકાચિત ભેગાલિ કર્મ બાકી છે માટે હમણાં દીક્ષા ન લે, નહિતર દીક્ષાથી પડશે. ત્યારે મુનિ ગભરાયા નહિ ને પાછા ન પડ્યા; પણ દેવીને સંભળાવી દીધેલું કે મને ને મારા ચારિત્રને શું તેડી શકવાના હતા? " ભગવાને કહેલા ત્યાગ-તપથી કર્મોને હું તેડી નાખીશ.” એમ કહીને નંદીષેણે દીક્ષા લઈ લીધેલી. પણ પછીથી મહને ઉદય જાગવા માંડ્યો, મનમાં વિચારે ને વિકારે જાગવા માંડ્યા. અહીં પૂછવાનું મન થાય કે, પ્ર - મુનિનું મન તે જ્ઞાન–ધ્યાનમાં લીન હેય, પછી એમાં મેહના વિચાર કરવાને જગા જ ક્યાં હોય ? વળી તપસ્યાઓ કરે એમાં તે વાસના-વિકારો શાંત પડતા જાય, એટલે પણ મેહના ઉદય શું કરી શકે ? ઉ– માટે તે કહેવાય છે કે મોહની પરિણતિ વિચિત્ર છે.” વિચિત્ર એટલે આરાધક પુરુષને અને એની આરાધનાને હિસાબમાં ન લેખે, અને આત્મા પર ચડી બેસે ! પુરુષ ગમે તે લેખંડી મનને દઢ નિશ્ચયવાળા પ્રાણના ભેગે પણ કર્તવ્યને નહિ છોડવાનો નિર્ધારવા, છતાં એવામાં પણ ચિત્તને ચલવિચલ કરી નાખે એવી આ મેહની વિચિત્ર પરિણતિ છે! એ એની ઊંચી આરાધનાને પણ વિસાતમાં નથી લેખતી. નહિતર આરાધના તે એટલી બધી ઊંચી છે કે એમાં બીજા આત્માઓ ઘણા ઘણા ઊંચે ચડી ગયા છે! દા. ત. અહીં જ જુઓ,