________________ 42 અહીં આચાર્ય મહારાજને વંદન કરવા આવે છે, ને એ પતિ -મુનિની નજરે ચડી જાય છે. બસ, ખલાસ! મુનિ વિહ્વળ બને છે! નિમિત્ત કેવું કે ખતરનાક કામ કરે છે ! મુનિ એ પત્ની–સાવીને જોતાં મેહમુગ્ધ બને છે. મનમાં એના પ્રત્યેને પૂર્વરાગ જાગતે થઈ જાય છે! સૂડી વચ્ચે સોપારી. સેપારીથી આ બાજુ ય ન ખસાય, ને બીજી બાજુ ય ન ખસાય એવી દશા મુનિની થઈ. ચારિત્ર મુકાય એવું નથી, અને પત્ની પરેને રાગ ભુલાત નથી. તેથી મુનિ રાગમાં દુબળા પડતા જાય છે, શરીર શોષાતું જાય છે, ફિક્કું પડતું જાય છે. કામની દશ વિટંબણા શાસ્ત્ર કહે છે. એમાં પરાકાષ્ઠાએ મેત છે. મેત ન થાય ત્યાં સુધી શરીરે ઘસારે પડે છે, શરીરે ફિકાશ આવતી જાય છે. પતિમુનિ–પત્નસાવીને સંવાદ: કેટલાક દિવસ પસાર થયા પછી પતિમુનિની આ દશા જોઈને બધુમતી સાધ્વી મુનિને પૂછે છે કે તમે કેમ દિન પ્રતિદિન દુબળા પડતા લાગે છે? કેમ કાંઈ વ્યાધિ છે?” મુનિ કહે “ના રે ના, બીજી વ્યાધિ તે કશી નથીમાત્ર તમારા પરના રાગની વ્યાધિ છે.” સાવી પૂછે “તે ચારિત્ર હોંશથી નહિ લીધેલું ? ચારિત્ર લઈને આ રાગને જ સાચવવાનું કામ રાખ્યું છે?” | મુનિ કહે - “ના, એવું કશું નથી. ચારિત્ર હોંશથી જ લીધું છે, હોંશથી પાળું છું, અને તમને યાદ પણ નથી કરતે.