________________ માનવ જન્મને એકમાત્ર એક-સાર ચરિત્ર. એ બીજે ક્યાં પામવાની હતી પણ હવે જે જીવતી રહી છું અને પતિનું અંધન હવે રહ્યું નથી, તો માટે માનવ જન્મને સાર ચારિત્ર પામ્યા વિના જનમ એળે ગુમાવવો? મહાપાગલ કેણ? આ જે સમજે તે સંગ અનુકૂળ બનાવી ચારિત્ર પામવાની ભારે તાલાવેલી રહે. બેલે, આ ચારિત્ર લેવાની તાલાવેલી છે ને? અરે ! ચારિત્ર નથી લઈ શકાતું તે પણ માનવ જનમને સાર ધર્મની ભરપૂર કમાણ: એ ભરપૂર ધર્મ કમાણી કરી લેવાની રાત ને દિવસ તાલાવેલી રહે છે ખરી ? કઈ પાગલ બની ગયેલાને પહેલેથી બીડી પીવાની આદત હેય ને રસ્તા પરના કાગળિયાં લઈ લઈ એમાં ઘાસ ભરી ભરી, કે બીજાં કાગળિયાં ભરી ભરી બીડી વાળીને સળગાવી ફેંકવાનું કરતો હોય, હવે એના હાથમાં દસ લાખ રૂપિયાની પ્રેમીસરી નેટ આવે, તે એ પાગલ શું કરે ? કહે, એની માંહી પણ એ ઘાસ ભરી બીડી બનાવીને ફેંકી જ મારે ને? કારણ? એ પાગલ છે એને નેટની કિંમત નથી. “જેવા બીજાં કાગળિયાં, એવી આ નોટનું કાગળિયું, એમ એને લાગે છે. એમ, અહીં ઉચ્ચ ધર્મ-સામગ્રીરૂપે આર્ય જૈન માનવદેહ વગેરે પુષ્યાઈ મળી, તે એને પાપ સામગ્રીની જેમ પાપમાં જ ઉપગ કરાય એ પાગલના ખેલ કે બીજું કાંઈ? પિલા પાગલને મળેલી દસ લાખની પ્રોમીસરી નેટને