________________ 43 પછી ચારિત્રમાં તમારા પર રાગ પિષવાની વાતે ય શી? આ. તે માત્ર હમણાં જ તમને જોયા એટલે તમારા પર રાગ. ઊભરાય છે, અને એ કેમેય શમતો નથી.” - સાધ્વી કહે “પણ એટલે વિચાર તે કરે કે આ રાગ. રાખીને શું વળવાનું? રાગ કયાં સુધી રાખી શકશે? બહ તો આ જીવનના અંત પર્યત. પછી તે મૂકે જ પડશે ને? તે બહેતર છે કે રાગ અત્યારે જ કાં ન મૂકી દે? અને જુઓ તો ખરા કે વીતરાગ પર રાગ ક્યાં ઓછો કરવાને છે તે મારા પર રાગ કરે? વીતરાગ પર પૂરે રાગ કરવાને છે. બીજે રાગ કરવા જતાં વીતરાગ પર રાગ અધુરો થશે. જે વીતરાગ પર પૂરે રાગ કરે છે, તે પછી રાગ. બાકી જ કયાં રહે છે કે બીજે એ પાથરી શકાય? માટે વીતરાગ પર રાગ વધારી દો, વીતરાગ પરના રાગને અનન્ય રાગ બનાવી દો, તે આ રાગ છૂટી જશે.” મુનિ કહે “બધું સમજું છું, પણ જ્ઞાનીઓ કહે છે ને? કે વિરવા unતઃ મનને સમજાવ્યા છતાં આ રાગ બસ નથી.” છેવટે સાધ્વીજી કહે છે “છતાં હજી પ્રયત્ન કરે, અપ્રશસ્ત રાગ તેડનારા પૂર્વ પુરુષને યાદ કરે, રાગ છૂટી જશે.” સાધ્વીજી કહીને તે ગયા, અને મુનિના મનને ગડમથલ પણ ચાલુ છે, છતાં રાગ ખસતો નથી એટલે વધુ ફિક્કા બનતા. જાય છે. હવે સાધ્વી જુએ છે કે “મુનિને રાગ ઘટતા નથી, ને દુબળા પડતા જાય છે, તે આમાં હવે શું કરવું જોઈએ? જ્ઞાનીઓની વાણી સાચી છે કે આત્મામાં ઊઠતી મેહની પરિ. ગતિ વિચિત્ર હોય છે. કેમકે